DAHOD

દસ વર્ષ જૂના આધાર કાર્ડને નાગરિકોએ અપડેટ કરવાનું રહેશે

તા.02.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દસ વર્ષ જૂના આધાર કાર્ડને નાગરિકોએ અપડેટ કરવાનું રહેશે

દસ વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું જરૂરી હોય જિલ્લાના નાગરિકોને આધાર અપડેટ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જેથી તેઓ સરકારી સેવાઓનો લાભ અવિરત લઇ શકે

છેલ્લા ૧૦ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પૂરાવા તરીકે વ્યાપક રીતે ઉભરી આવેલ છે ત્યારે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકારની યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધાર કાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમિયાન કોઇ પણ આધાર અપડેશન કરાયું ન હોય તેવા નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત દસ્તાવેજ સાથે આધાર કાર્ડ અપડેટ કરવાનું રહેશે આ માટે સરકાર દ્વારા રૂ. ૫૦ નો દર નક્કી કરાયો છે નાગરિકો આ માટે તમામ તાલુકામાં આવેલા આધાર નોંધણી કેન્દ્રોનો સંપર્ક કરવાનો રહેશે. તેમજ સરકારી, અર્ધ સરકારી, પ્રાઇવેટ, સીએસસી સેન્ટર અને બેન્કોમાં પણ આ સુવિધાઓ ઉપલબ્ધ છે તેમ નિવાસી અધિક કલેક્ટર  એ.બી. પાંડોરે એક યાદીમાં જણાવ્યું છે

[wptube id="1252022"]
Back to top button