DAHOD

દેવગઢ બારીયાની શ્રીજી સ્કૂલ દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

તા.04.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દેવગઢ બારીયાની શ્રીજી સ્કૂલ દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

વિદ્યાર્થીઓનો એકધારો જીવનનો કંટાળો દૂર થાય તે હેતુથી દર વર્ષે શાળા દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે

કોરોના કાળના બે વર્ષ બાદ યોજાયેલ શૈક્ષણિક પ્રવાસ માં શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં આનંદ અને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો

પ્રવાસ વહેલી સવારે દેવગઢ બારીયા થી નીકળી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ મુકામે પહોંચ્યો જ્યાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રદર્શન જેવા કે જંગલ કા શેરુ , ગ્લો ગાર્ડન, જેવા પ્રદર્શન અને નાટકો અને ધ વિલેજ ઓફ બુઝોજોઈ બાળકો ખુશ ખુશાલ થઈ ગયા હતા

અક્ષરધામ દિલ્હીની પ્રતિકૃતિ સમાન ઊભું કરાયેલું મંદિર સાથે સાથે પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય અને વિરાટ મૂર્તિના દર્શન થઈ રહ્યા હતા અને સાથે સાથે વ્યસન મુક્તિ અને બાળકોમાં સારા સંસ્કારો પ્રાપ્ત થાય તેવા લોગો પણ જાણવા મળ્યા

[wptube id="1252022"]
Back to top button