
તા.05.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ઉતરાયણના તહેવાર પહેલા ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ કરી કહેલ ઇસમને કુલ-૬૯ નંગ ટેલરો કિંમત
૩૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરતી દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ રૂપિયા
મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ દાહોદ, મે.મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબ જગદીશ બાંગરવા સાહેબ દાહોદ વિભાગ દાહોદ નાઓ તરફથી દાહોદ ટાઉન એ વિસ્તારમાં ચાઇનીઝ દોરી તેમજ ચાઇનીઝ તુક્કલનું ગેરકાયદેસર વેચતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.લાઠિયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર સી.આર.દેસાઇ તથા બીજા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના આ.પો.કો જયદિપભાઇ સુરેશભાઇ બ નં. ૧૨૪ નાઓની ખાનગી બાતમી હકીકત આધારે આરોપી રામકુમાર શ્રીચંદભાઇ જાતે બચ્ચાણી રહે.દાહોદ ગોધરા રોડ પયલ કંગન સ્ટોરની ગલીમાં તા.જી.દાહોદ નાઓની કરીયાણાની દુકાનમાંથી ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના ટેલરો નંગ.૬૯ કિં.રૂ.૩૮,૦૦૦/- ગણી શકાય તે મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી સદરી આરોપીને અટક કરી તેના વિરૂધ્ધમાં મહેરબાન જીલ્લા કલેકટર સાહેબ દાહોદ નાઓના જાહેરનામાના ભંગ મુજબ ઇ.પી.કો કલમ.૧૮૮ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરી સરાહનીય કામગીરી કરેલ છે તા. ૦૫/૦૧/૨૦૨૩ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧)કે.એન.લાઠિયા પોલીસ ઇન્સ્પેક્ટર (૨)સી.આર.દેસાઇ પો.સ.ઇ (૩)રૂપસીંહ બુધાભાઈ એ.એસ.આઇ બ.નં ૭૮૨ (૪)જયદીપભાઈ સુરેશભાઈ આ.પો.કો બ.નં ૧૨૪ (૫)કનુભાઈ મોહનભાઈ અ.પો.કો બ.નં ૧૨૭૨ (૬)અજયભાઈ મથુરભાઇ આ.પો.કો બ.નં ૨૬૪ (૭) અનિલભાઇ રાજુભાઇ આ.પો.કો બ નં.૩૭