
વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
ગુજરાત સરકારના નાણા ધીરધાર અંગેના કાયદાઓથી લોકોને માહિતગાર કરવા માટે તેમજ ઉતરાયણ પર્વ નિમિત્તે ચાઈનીઝ દોરી અને ચાઈનીજ તુક્કલ નો ઉપયોગ ન કરવા બાબતે ફતેપુરા પોલીસ મથકના પટાંગણમાં DySP ડી.આર.પટેલની અધ્યક્ષતામાં અને ફતેપુરાના પી.એસ.આઇ. જીકે ભરવાડની ઉપસ્થિતિમાં ફતેપુરા શહેરના લોકો અને ફતેપુરા પોલીસ મથક વિસ્તારના લોકો માટે લોક દરબાર યોજાયો હતો લોક દરબારમાં ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ એ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિને કોઈ પણ કાયદેસર કે ગેરકાયદેસર નાણા ધિરધાર કરનાર ઊંચા વ્યાજે પૈસા આપીને વ્યાજ માટે હેરાન પરેશાન કરતો હોય તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર ફતેપુરા પોલીસનો સંપર્ક કરો તેઓ વધુમાં જણાવ્યું હશે કે જો આપની રજૂઆત સાચી હશે તો આવા વ્યાજખોરો ઉપર કડકમાં કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે આ લોક દરબારમાં DySP ડી આર પટેલે જણાવ્યું હતું કે વ્યાજખોરી એ સમાજનું મોટામાં મોટું દુષણ છે વ્યાજખોરી નો ધંધો હાલમાં ફૂલો ફાલ્યો છે.વ્યાજખોરો વ્યાજે રૂપિયા લેનાર વ્યક્તિનો ભરપૂર ફાયદો ઉઠાવે છે અને તેના પર માનસિક દબાણ ઉપજાવે છે વ્યાજે રૂપિયા લેનારને વ્યાજખોર અવનવા કિમિયાથી હેરાન પરેશાન કરે છે.ઘણી વખત તો વ્યાજે રૂપિયા લેનારના મકાન મિલકતો પણ લખાવી લે છે અને વ્યાજે રૂપિયા લેનાર વ્યક્તિની હાલત બદ થી બદતર કરી નાખે છે આ લોક દરબારમાં ઉપસ્થિત તમામ લોકોને DySP એ ભારપૂર્વક જણાવ્યું હતું કે ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં કે ફતેપુરા શહેર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને આવા વ્યાજખોરો ઊંચા વ્યાજે પૈસા આપીને વ્યાજની ઉઘરાણી માટે હેરાન પરેશાન કરતા હોય તો પુરાવા સાથે ફતેપુરા પોલીસ મથકે અથવા ડીવાયએસપી કચેરીએ અથવા 100 નંબર ડાયલ કરીને અથવા તો એસપી કચેરીનો પણ સંપર્ક કરીને ભોગ બનનારી વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે તેમજ તેઓ ભારપૂર્વક જણાવ્યું હતું કે ફરિયાદ કરનાર ની ફરિયાદ સાંભળ્યા પછી આ બાબતની ખરાઈ કર્યા બાદ અને ફરિયાદી દ્વારા રજુ કરેલા પુરાવાની સત્યતા ચકાસ્યા બાદ આવા વ્યાજખોરો ઉપર કડકમાં કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમજ તેઓએ જણાવ્યું હતું કે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીઓ પણ ઉચા વ્યાજે પૈસા આપીને લોન લેનારને હપ્તા ભરવા માટે વારંવાર દબાણ કરે છે તેમજ આવા હપ્તાની ઉઘરાણીઓ માટે ગુંડા જેવા માણસો રોકીને લોન લેનારને બજારમાં ફરવું મુશ્કેલ કરી નાખે છે તો આવી પ્રાઇવેટ કંપનીઓના શિકાર બનેલા લોકો પણ પુરાવા સાથે પોલીસને જાણ કરી શકે છે તેમજ કેટલીક લલચામણી અને ઇન્સ્ટન્ટ લોન ના નામની એપ્લિકેશનો પણ લોકોને લલચામણી ઓફરો આપીને ઇન્સ્ટન્ટ લોન ના નામે લોનો આપીને 15 દિવસ કે મહિનાના વાયદે ઉચાવી આજે લોન આપે છે અને આવી લોન 15 દિવસમાં કે મહિનામાં ન ભરી શકનાર લોન લેનારને તેના મોબાઈલમાં હોય એટલા કોન્ટેક પર મેસેજ કરીને અને તેના ફોટા મોર્ફ કરીને લોન લેનારને સમાજમાં બદનામ કરી નાખે છે જો આવી એપ્લિકેશનના પણ ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં કે ફતેપુરા શહેર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ ભોગ બન્યા હોય તો પુરાવા સાથે પોલીસને જાણ કરી શકે છે. ફરિયાદીની ફરિયાદના આધારે અને ફરિયાદીએ રજૂ કરેલા પુરાવાઓને ચકાસ્યા બાદ અને તપાસમાં આવા વ્યાજખોરો ગુનેગાર પુરવાર થાય તો તેઓની સામે કડકમાં કડક કાયદેસરના પગલાં લેવાશે તેવું ડીવાયએસપી ડીઆર પટેલે જણાવ્યું હતું આ લોક દરબારમાં ડીવાયએસપી ડી આર પટેલ અને પીએસઆઇ જી કે ભરવાડે ફતેપુરા શહેર વિસ્તારના અને ફતેપુરા પોલીસ મથક વિસ્તારના લોકોને ચાઈનીઝ દોરા નો ઉપયોગ ન કરવા માટે અને ચાઈનીઝ તૂક્કલ ન વાપરવા માટે પણ અપીલ કરી હતી. ચાઈનીઝ દોરાથી થતા નુકસાન અને ચાઈનીઝ તુક્કલના કારણે થતા નુકસાન અંગે ડીવાયએસપીએ લોકોને માહિતગાર કર્યા હતા અને આવા ચાઈનીઝ દોરા ચાઈનીઝ તુક્કલ ન વેચવા અને ન ઉપયોગ કરવા માટે ફતેપુરા તાલુકા વાસીઓને અપીલ કરી હતી.