
તા.02.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
નાની ખજૂરી પ્રાથમિક શાળાના ૬૯ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
જીવનનું ઘડતર અને ચણતર જ્યાં થાય છે એ શાળા. માણસને સુસંસ્કૃત બનાવવા માટે શાળામાં અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ હોય કે જેણે શાળામાં અભ્યાસ કર્યા વગર જીવનમાં કશું કર્યું હોય. સુખી અને સમૃદ્ધ જીવન માટે પ્રાથમિક શાળા એ ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. જીવનને દિશા અને માર્ગદર્શન આપનારો પાયો જાણે અજાણે અહીં ઘડાતો જાય છે.
અંગ્રેજી કેલેન્ડર મુજબ આજે શાળાનો જન્મ દિવસ છે, સ્થાપના દિવસ છે. આજે શાળા ૬૯મા વર્ષમાં પ્રવેશી. “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે ૭૫ સપ્તાહ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે આજે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન સમારોહ અને તીથી ભોજન આપવામાં આવ્યું હતું.
આ શાળાના સ્થાપના દિવસે ગામના આગેવાનોના કરકમલોથી સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય થયું. શાળાના બાળકોએ ૧૬ કૃતિઓ રજૂ કરીને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. જેને હાજર મહાનુભાવો દ્વારા ઇનામોની લ્હાણી કરી દીધી. સ્વાગત ગીત, દેશ ભક્તિ ગીત, સ્પીચ, નાટકો દ્વારા બાળકોએ પોતાની કળા રજૂ કરી હતી
કાર્યક્રમનાં અંતે ગામના ૧૯ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને ગામના ગૌરવ રૂપે સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દ્વારા આભાર વિધિ કરવામાં આવી પધારેલા સૌને માટે મહેશભાઈ મંગાભાઈ પટેલ તરફથી તીથી ભોજન આપવામાં આવ્યું. આમ નાનીખજુરી પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ખૂબ જ સુંદર રીતે ઉજવાયો.