
તા.11.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ 33મો માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી
દાહોદ RTO ઓફિસ ના પટાંગણમાં 33માં માર્ગ સલામતી સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી
દાહોદ ARTO ઓફિસ ખાતે આજે 33માં માર્ગ સલામતી સપ્તાહની દીપ પ્રાગટ્ય કરી દાહોદ ARTO અને ટ્રાફિક પોલીસ દ્વારા ભવ્ય ઉજવણી ની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે મંચ ઉપર દાહોદ ASP જદગીશ બાંગરવા, ARTO સી. ડી પટેલ, V.M પરમાર , D.M ભટ્ટ કાર્યપાલક ઇજનેર અને DEO કાજલબેન દવે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડી. ઈ. ઓ કાજલ દવે એ જણાવ્યું હતું કે ટ્રાફિક અને ડ્રાઈવિંગ રિલેટેડ કે પ્રાથમિક જ્ઞાન છે તે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી મળે તેવું પ્રવધાન સરકાર દ્વારાકોઈ જોગવાઈ થાય તોય વધુ લાભદાયી નીવડે. ત્યારબાદ દાહોદ rto ઓફિસ થી દાહોદ ARTO સી. ડી. પટેલ અને ASP જગદીશ બાંગરવા એ રેલી ને લીલી ઝંડી બતાવી અને રવાના કરી હતી આ રેલીમાં ટ્રાફિક બ્રિગેડ RTO સ્ટાફ તેમજ શહેર ની જનતા ના લોકો જોડાયા હતા આ રેલી દાહોદ RTO ઓફિસ થી સરદાર ચોક , ગાંધી ચોક , માણેક ચોક ભગિની સર્કલ થી વિવેકાનંદ સર્કલ થી ગોદી રોડ અને ચાકલિયા રોડ ગોવિંદનગર થી જૂના ઇન્દોર રોડ થી પરત RTO ઓફિસ એ પહોંચ્યા હતા અને રેલીનું સમાપન થયું હતું