છોટાઉદેપુર જિલ્લાના સ્વસહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું.

છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલની ઉપસ્થિતિમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખીમંડળોને કેશ ક્રેડિટ કમ્પ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, છોટાઉદેપુરની મિશન મંગલમ શાખા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આર-સેટી દ્વારા આપવામાં આવેલી મોબાઇલ રિપેરિંગ તાલીમના તાલીમાર્થીઓને પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલ, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાઅને જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાના ૧૩૦ સ્વસહાય જૂથોને કુલ રૂા. ૪૨૮.૨૦ લાખની રકમની મંજૂર કરવામાં આવેલી કેશ ક્રેડિટ પૈકી ૬૦ સ્વસહાય જૂથોને ૧૪૩.૧૦ લાખની કેશક્રેડિટના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી