BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

જાંબુઘોડા ના નીલકંઠ પેટ્રોલ પંમ્પ ઉપર મુકેલી બજાજ કંપનીની પલ્સર બાઈક ની ઉઠાંત્તરી કરતા તસ્કરો નો સી.સી.ટી.વી ફોટેજ આવ્યો સામે

પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા બોડેલી હાઇવે ઉપર આવેલા નીલકંઠ પેટ્રોલ પંપ ઉપર રાત્રિના સમયે પોતાના મિત્ર સાથે સુવા આવેલા ખાખરીયા ના યુવાનની બજાજ કંપની ની પલ્સર GJ 17BR 4685 નંબર ની બાઈકને રાત્રી ના ૨.૩૦થી ૨.૪૫ વાગ્યા દરમિયાન અજાણ્યા ચોરો બાઈક ની ઉઠાનતરી કરી ચોરી કરી લઈ જતા પેટ્રોલ પંપ ના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

જ્યારે જાણવા મળ્યા મુજબ ચોરી થયેલી બાઈકની બીજા દિવસે જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે બાઈક માલિકે અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે આ બાઈક ચોરીની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ગ્રામજનોમાં જુદી જુદી ચર્ચાનો વિષય બન્યો છે કે કોઈ બાઈક ચોર ટોળકી સક્રિય થઈ હોય જ્યારે બીજી ચર્ચાઓમાં આમાં કોઈ જાણ ભેદુ નો હાથ હોય તેમ પણ ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે બીજી ચર્ચાઓમાં છોટાઉદેપુર અને એમપી બોર્ડર ઉપરથી રાત્રિના સમયે બાઈકો ઉપર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની હેરાફેરી કરનાર વળતી વખતે સારી કંપની ની સ્પીડમાં ચાલતી બાઈકોની ઉઠાવી જતા કહોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button