BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

નેત્રંગ ચાર રસ્તા અને થવા ચેક પોસ્ટ ઉપરથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ ઝડપાયા

નેત્રંગ ચાર રસ્તા ખાતે થી બે બૂટલેગરો અને થવા ચેક પોસ્ટ ખાતેથી ત્રણ બુટલેગરોને ૪,૨૭,૨૨૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૬/૦૭/૨૦૨૩

 

ભરૂચ જિલ્લા માં નશાનો વેપલો કરતા તત્વો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, આ પ્રકાર ના તત્વોની શાન ઠેકાણે લાવવા જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથક ના કર્મીઓ સતત બુટલેગરો ના નાપાક મનસુબાઓ ઉપર પાણી ફેરવી રહ્યા છે, તેવામાં નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એન વાઘેલાએ નશાનો વેપલો જિલ્લા માં ઠાલવાય એ પહેલાજ લાખોના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોની ધરપકડ કરી છે,

 

 

ભરૂચ જિલ્લા ના નેત્રંગ ખાતે નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એન.વાઘેલા, અ.હે.કો. વિજયસિંહ, અજીતભાઇ, મુળજીભાઈ, રમેશભાઈ, પરમાનંદભાઈ અને ચંપકભાઈ સહિત પોલીસ ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા. જે દરમ્યાન બાતમીના આધારે (૧) નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમાં એક ફોર વ્હીલ કાર નંબર GJ.15.CH.8415 ને રોકી તેમાં તલાસી લેતા ભારતીય બનાવટ ના વિદેશી દારૂનૉ જથ્થો મળી આવ્યો હતો, તો બીજી તરફ (૨) ડેડીયાપાડા થી નેત્રંગ તરફ આવી રહેલા સ્કોડા કાર નંબર MH-04-EH-5150 ને થવા ચેક પોસ્ટ ઉપર રોકી તેની તલાસી લેતા ભારતીય બનાવટ ની નાની મોટી દારૂની બોટલ તેમજ બિયર ના ટીન મળી આવ્યા હતા.

 

નેત્રંગ પોલીસે આ મામલે (1)મિતેષ ઉર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવા રહે, નાના કરાળા,શિનોર વડોદરા (2)માસુમ ઉર્ફે બિલ્લો વસાયા રહે, ખોજા સોસાયટી વલસાડ (3)આસીફ ઉર્ફે કોન્ડુ લાખાણી રહે, ખોજા સોસાયટી વલસાડ તેમજ અન્ય કાર માંથી ઝડપાયેલ દારૂ માં (4) પિયુષ દિલીપભાઈ શિવલાલજી રહે, ઉદયપુર રાજેસ્થાન (5)પરમજીત સિંઘ રાઠોડ રહે, શ્રીનાથ કોલોની ઉદયપુર, રાજેસ્થાન નાઓને ઝડપી પાડ્યા હતા તેમજ મામલે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ઈસમો ને વોન્ટેડ જાહેર કરાયા હતા,

 

નેત્રંગ પોલીસ દ્વારા ઝડપાયેલ ઈસમો પાસેથી વિદેશી શરાબ નૉ જથ્થો સહિત ફોર વ્હીલ ગાડીઓ મળી કુલ 37,74,720/- નૉ મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ભારે ખળભળાટ મચ્યો છે

[wptube id="1252022"]
Back to top button