ભરૂચ ખાતે જિલ્લા પોલીસવડાના અધ્યકક્ષસ્થાને સાયબર ક્રાઈમ અને સુરક્ષા અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાંપ્રત સમયમાં સાઈબરક્રાઈમ બચવા માટે સતર્કતા સાથે જાગૃતિ કેળવવાની જરૂર- જિલ્લા પોલીસ વડા- ડૉ. લીના પાટીલ
ભરૂચ- સોમવાર :ભરૂચ જિલ્લા પોલીસ અને ભરૂચ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તેમજ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમને લઈ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુસર પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ “સાયબર ક્રાઈમ લોક જાગૃતતા અભિયાન” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા પોલીસ વડા ડૅા. લીના પાટીલની અધ્યક્ષતામાં સાયબર ક્રાઈમ લોકજાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમમાં ભરૂચ શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડોદરાથી વિશેષ સાયબર એક્સપર્ટ પાસેથી સાયબર ક્રાઈમ અંગે જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડૅા. લીના પાટીલે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ થકી સમગ્ર વિશ્વના દેશો તથા લોકો માટે પણ પરસ્પર માહિતીનું આદાન પ્રદાન કરવા ખૂબ જ સહેલુ થઈ ગયું છે.આ પ્રકારની સવલતના કારણે માનવજીવન ધોરણ પણ ઉંચું આવ્યું છે. પરંતુ દરેક સગવડો માટે કહેવાય છે તેમ સિક્કાની જેમ બે પાસા હોય છે. સકારાત્ક અને નકારાત્ક પાસા. આ ક્ષેત્રમાં નકારાત્મ પાસા એવા સાયબર ક્રાઈમનો ઉદભવ થયો છે. સાંપ્રત સમયમાં સાઈબરક્રાઈમથી બચવા માટે સર્તકતતા સાથે જાગૃતિ કેળવવાની જરૂર છે. આ ક્ષેત્રમાં ઘણા Do & Don’t ને સખતાઈથી પાલન કરીએ તો સાઈબર ક્રાઈમના શિકાર બનતા બચી શકાય છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.
પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાયબર એક્સપર્ટ ડી.એન.પંચાલ, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર, કે.જી.એમ વિદ્યાલયના ઉપાસનાસિંહ સહિત વડોદરાથી વિશેષ સાયબર એક્સપર્ટ તેમજ મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા
*સાયબર ક્રાઇમથી બચવા શું કરવું – શું ન કરવુ*
- સોશ્યલ મીડીયા એકાઉન્ટ તેમજ મોબાઇલ બેન્ડીંગ સંબંધીત એપ્લીકેશન “THREE STEP
SECURITY”PASSWORD, PATTERN, INGERPRINT, OTP થી સુરક્ષીત રાખો.
- પોલીસ બેંક કર્મચારી, કસ્ટમ કે એક્સાઇઝ અધિકારી તરીકે આવતા ફેક કોલ (PHISHING
CALL) થી સતર્ક રહો.
- સોશિયલ મીડિયા પર મિત્ર બની માહિતી (OTP) કે રૂપિયા ની માંગણી કરે તો આપશો નહિ.
અજાણી કેન્ડ રીક્વેસ્ટ સ્વીકારતા પહેલા ખરાઇ કરો
- મોબાઇલ, કેમેરા, કોન્ટેક્ટ લિસ્ટ, ગેલેરી READ/WRITE ના ACCESS માંગતી એપ્લિકેશન “ALLOW”
કરતા પહેલા તે એપ માટે તેની જરૂરીયાત છે કે કેમ તે ચોક્કસ તપાસો.
- ફ્રી ગેઇમ એપ્લીકેશન, ફ્રી લોન, ફ્રી ઇન્ટરનેટ, ક્રી ગીફ્ટ – કેશ વાઉચરના નામે આવતી લાલચ આપતી લિંક પર ક્લિક કરશો નહિ.
- અજાણી વ્યક્તિ કે વિદેશી ફ્રેન્ડ દ્વારા વિડીયો કોલ દરમ્યાન અનૈતિક કે અભદ્ર માંગણી કરવામાં આવે અથવા મોંઘા ગિફ્ટ આપવાની લાલચ આપવામાં આવેતોતેને સ્વીકારશો નહી.
- કોઈ પણ પ્રકારના કાર્ડ, સિમ કાર્ડ વેલિડિટી, KYC રિવ્યૂ. આપનું બેંક માત્ર શ/બંધ/ એકટીવ વગેરે માટે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળો.
પાસવર્ડ ને સુરક્ષિત તેમજ સ્ટ્રોંગ રાખો, નિયમિત બદલતા રહો,ઓન લાઇન ટ્રાજેકશન . (પેમેન્ટ) કરતી વખતે વેબસાઇટમાંપહેલા “https” ખાસ જુઓ.