જંબુસર તાલુકાના સારોદ ગામના ગ્રામજનો દ્વારા વી.ઈ.સી.એલ કંપની દ્વારા દૂષિત પાણી છોડવામાં આવતા જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે ગ્રામજનો અને સરપંચ દ્વારા પ્રદૂષણ ઓકતી VECL કંપની સામે ગ્રામજનો અને ખેડૂતોનો આક્રોશ.
સારોદ ગામ પાસે આવેલી વડોદરાથી નીકળતી અને સારોદના દરિયામાં પ્રદુષિત પાણી છોડતી વી.ઈ. સી.એલ કંપનીની ગટરનું કેમિકલ યુક્ત પાણી દરિયામાં છોડવામાં આવતા ગ્રામજનો અને ધરતીપુત્રો, દ્વારા જંબુસર પ્રાંત ઓફિસ અને આવેદનપત્ર આપવામાં આવ્યું.
પાણી વહન કરતી ચેનલ ની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ હોય ગંદા પાણીની કેનાલનો નીચેનો ભાગ સિમેન્ટ રેતી થી બનાવેલ હોય, તળિયું સંપૂર્ણપણે નષ્ટ થયેલું હોય કેમિકલ યુક્ત પાણી ભૂગર્ભમાં ઉતરતા સારોદ અને આજુબાજુના ગામના લોકો તેમજ ખેડૂત વર્ગની જમીનો બગડતા પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યોછે.
છેલ્લા એક વર્ષથી તકલાદીનહેર નું રીપેરીંગ કરવામાં આવતું નથી
જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવી પડે છે.
કેનાલના કચરા યુક્ત પાણીની પાઇપલાઇનની મંજૂરી દરિયામાં પાંચ કિલોમીટર સુધી નાખવાની હોવા છતાં તળાવ પાસે છોડી દીધેલ છે. જેથી ખરાબ પાણીના પ્રદૂષણથી આજુબાજુના ખેતીના પાકને તેમજ મચ્છીમારોને ગંભીર નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
નુકસાની ભોગવવાનો વારો જે ખેડૂતોને આવે છે તેનું
વી.ઈ. સી એલ કંપની દ્વારા જવાબદાર અધિકારીઓ દ્વારા અત્યાર સુધી ખેડૂતોને કોઈ વળતર આપવામાં આવ્યું નથી.
ગંદુ કેમિકલ યુક્ત પાણી વેડચ ગામ પાસે આવેલ પંપિંગ સ્ટેશન માં ફિલ્ટર કરીને છોડવામાં આવતું હોવા છતાં કર્મચારીઓ દ્વારા ડાયરેક્ટ છોડવામાં આવે છે.
વી.ઇ.સી.એલ કંપનીમાં કામ કરતાં સ્થાનિક કર્મચારીઓ ને પણ છુટા કરવાની ધમકી આપવામાં આવેછે.
જેથી ગ્રામજનો દ્વારા ના છૂટેકે પ્રાંત કચેરીખાતે આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ કેમિકલ યુક્ત પાણી દરિયામાં પૂનમ અમાસની ભરતી આવે ત્યારે ભરતી ઉતર્યા બાદ દરિયામાં છોડવાનું હોય છે.
પરંતુ કંપનીમાં નવું મેનેજમેન્ટ અને નવા જવાબદાર અધિકારીઓ આવતા 24 કલાક દરિયામાં પાણી છોડવામાં આવે છે જેથી સાગર પુત્રો અને દરિયાઈ જીવોનું કેમિકલયુક્ત પાણી લાગવાથી મૃત્યુ થવા પામેલછે.
ખેડૂતો તેમજ મચ્છીમારો ના આશરે ૧૫૦ પરિવારના જીવન નિર્વાહ નો પ્રશ્ન ઉભો થયો છે.
આ બાબતે વીસીએલ કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા જો પગલા નહીં ભરવામાં આવે તો સારોદ અને આજુબાજુ ગામના ખેડૂતો તેમજ ગ્રામજનો અહિંસક
જનઆંદોલન ઊભું કરવાની ફરજ પડશે તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટર વિજયસિંહ ચૌહાણ જંબુસર