BHARUCHNETRANG

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે સિકલ સેલ દિવસ’ની ઉજવણી કરાઈ

 


*એક અભિયાન સ્વરૂપે સતકર્તા સાથે રોગની જાણકારી જ બચવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. – જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા*
***

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૯/૦૬/૨૦૨૪

વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી પ્રતિ વર્ષ ૧૯ જૂનના રોજ ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને પ્રાયોજના વહીવટદાર યોગેશ સાંગલેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

કલેક્ટરે આ પ્રસંગે કહ્યું હતું કે, આ રોગને અટકાવવા માટે આપણે એક લક્ષ્ય લઈને ચાલવું પડશે. આરોગ્ય વિભાગ દ્નારા તમામનું સ્કિનિંગ થાય એ ખૂબ જ મહત્વનું છે.કંઈક ઈનોવેટીવ વિચારી લગ્નગ્રંથિથી જોડાતા પહેલા સ્ક્રીનિંગ ફરજિયાત કરાવી સિકલસેલ તપાસ કરાવામાં આવે તો મંહદ અંશે આપણે આ રોગને અટકાવી શકીયે છીએ. સરકાર સતત કટીબધ્ધ રહી આ રોગને નિમૂલન કરવા પ્રયત્નશિલ છે. એક અભિયાન સ્વરૂપે સતકર્તા સાથે રોગની જાણકારી જ બચવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. જિલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે સિકલસેલની વિનામૂલ્યે સારવાર થાય છે જેની પણ સૌ નાગરિકોને જાણકારી આપી સિકલસેલ નિર્મૂલન અભિયાનમાં સૌને સહભાગી બનવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખભાઈએ જણાવ્યું કે, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ -૨૦૪૭ સુધીમાં સિકલસેલ નાબૂદી માટેનો દેશવાસીઓને લક્ષ્યાંક આપ્યો છે ત્યારે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે બધાયે સહયારો પ્રયત્ન કરવો જોઈએ. આપણી પોતાની સતર્કતા અને શિક્ષણના માધ્યમથી આપણા વિસ્તારમાંથી આ રોગને નાબૂત કરી શકાય તેમ છે. લગ્ન સમયે થોડી સાવધાની અને સતર્કતા રાખવાથી આ બિમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ. આપણે જાગૃત થઈને સિકલસેલ જેવી બિમારી અંગે જાગૃતિ ફેલાવી જોઈએ.

 

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સિકલસેલ એનિમિયાના લક્ષણો અને તેના નિદાન અંગેની વિસ્તૃતમાં જાણકારી આપી હતી. આરોગ્ય શાખા દ્નારા શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સાથે -સાથે સિકલસેલ રોગોની અટકાયત અંગે પણ સમજણ આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગે પ્રસ્તૃત કરેલા નાટક દ્નારા સિકલસેલ રોગ વિશે સમજૂતી આપવામાં આવી હતી. કાર્યક્રમને અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા, નેત્રંગતાલુકા ઉપપ્રખુખ, જિલ્લા પંચાયતના સભ્યો,પ્રાયોજના વહીવટદાર, અંકલેશ્વર પ્રાંત અધિકારી, મુખ્ય આરોગ્ય અધિકારી જે.એસ દુલેરા,તાલુકા વિકાસ અધિકારી સુહેલ પટેલ, મામલદાર રિતેશભાઈ કોંકણી, આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button