BANASKANTHAPALANPUR

ધાન્યધાર પાંત્રીસી દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ/ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી કરવામાં આવી.

2 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પુષ્કર ગૌસ્વામી ના જણાવ્યા અનુસાર ધાન્યધાર પાંત્રીસી દશનામ ગોસ્વામી સમાજ ની વાર્ષિક સાધારણ સભા વડગામ તાલુકાના લીંબોઈ ગામે ગોસ્વામી દિનેશભારથી ના નિવાસ સ્થાને યોજાઈ હતી. જેમાં ગત સભા ના ઠરાવો વાંચી સંભળાવવા માં આવ્યા તથા સમાજ ના વિકાસ તેમજ રીત રિવાજો અંગે ચર્ચા વિચારણા કરવામાં માં આવી. ઉપરાંત નવિન હોદ્દેદારો ની સવૉનુમતે વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે દિનેશભારથી એમ ગોસ્વામી, ઉપપ્રમુખ લક્ષ્મણપુરી એસ.ગોસ્વામી, મંત્રી નારાયણ ભારથી કે.ગોસ્વામી, સહમંત્રી પી.આર.ગોસ્વામી ઓડીટર ઘેમરપુરી આર.ગોસ્વામી સહિત અગિયાર કારોબારી સમિતિ ના સભ્યો નો સમાવેશ કરવામાં આવ્યો હતો.બેઠક સફળ બનાવવા લીંબોઈ ગોસ્વામી પરિવારે ભારે જેહમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button