BANASKANTHATHARAD

થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની નવી કારોબારીની વરણી કરવામાં આવી

8 જાન્યુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

*બોક્સ.જેમાં થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શિવરામભાઈ પટેલ, ઉપપ્રમુખ  શેલજી ચૌહાણ અને રામદાસભાઈ રાઠોડ તેમજ મહામંત્રી તરીકે સુરેશ ભાઈ દવેની વરણી કરવામાં આવી*
આજરોજ થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા થરાદ સરદાર પટેલ માર્કેટ યાર્ડ ના કોન્ફરન્સ હોલ ખાતે બે વાગે બેઠક મળી હતી. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સંજયભાઈ દવે ના અધ્યક્ષ સ્થાને  અને મહામંત્રી શ્રી પ્રાગજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળી, આજની કારોબારીમાં થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે શિવરામભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે શેલજી ચૌહાણ અને રામદાસભાઈ રાઠોડ અને મંત્રી તરીકે સુરેશભાઈ દવેની બિન હરીફ વરણી કરવામાં આવી, ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી પ્રાગજીભાઈ પટેલ દ્વારા સંગઠન ની માહિતી આપવામાં આવી, તેમજ અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સંજયભાઈ દવે દ્વારા પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો, જૂની પેન્શન યોજના અને આવનારા સમયમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન બાબતની જાણકારી આપવામાં આવી. જેમાં પ્રમુખ શ્રી સંજયભાઈ દ્વારા જિલ્લાના પ્રશ્નો બાબતે રાજયકક્ષા એ રજૂઆત અને પણ ચર્ચા કરવામાં આવી. સાથે સાથે થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની લોકશાહી અને તંદુરસ્ત કારોબારીની રચના બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા.

*પત્રકાર.પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*

[wptube id="1252022"]
Back to top button