BANASKANTHAPALANPUR

વડગામ માર્કેટ યાર્ડના ચેરમેન/ના.ચેરમેની બિનહરીફ વરણી કરવામાં આવી

23 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જિલ્લા રજિસ્ટ્રાર ની અધ્યક્ષતા માં ડિરેક્ટરોની પ્રથમ બેઠક યોજાઈ.આ માહિતી આપતાં પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું કે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વડગામ ના સંચાલક મંડળ ના 16 ડિરેક્ટરોની તાજેતરમાં ચુંટણી યોજાઈ હતી તથા એક ડિરેક્ટર ગ્રામ પંચાયત પ્રતિનિધિ તરીકે કો-ઓપ્ટ વરણી થતાં કુલ સત્તર ડિરેક્ટર નું નવિન બોડૅની રચના કરવામાં આવી હતી. જેની પ્રથમ બેઠક ગતરોજ જિલ્લા રજિસ્ટ્રાર વાય.એન. ચૌહાણ ની અધ્યક્ષતા માં યોજાઈ હતી. જેમાં અઢીવષૅની મુદત માટે ચેરમેન/વાઈસ ચેરમેન ની વરણી કરવા એજન્ડા મુજબ કાયૅવાહી પ્રારંભ કરતાં બન્ને હોદ્દેદારો ના એક એક ઉમેદવારીપત્રો રજુ થતાં ચેરમેન તરીકે પરથીભાઈ હાથીભાઈ લોહ, વાઈસ ચેરમેન તરીકે લક્ષ્મણ સિંહ બારડ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતાં. પુવૅ.ચેરમેન કે.પી.ચૌધરી, સેક્રેટરી માંઘજીભાઈ ધૂળિયા તથા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ચેરમેન કાળુભાઈ રાતડા મેનેજર કામરાજભાઈ ભટોળ તથા તમામ ડિરેક્ટરો સહકારી અગ્રણીઓ, વેપારીઓ, ખેડૂતો એ નવનિયુક્ત ચેરમેન/વાઈસ ચેરમેન ને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button