
12 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજ રોજ ઉપાસના વિદ્યાલય ખાતે બાળકો જીવન માં લક્ષ્ય અને કાર્ય સિદ્ધિ નું મહત્વ સમજે તે હેતુથી શાળામાં પ્રાયમરી વિભાગમાં વકૃત્વ તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક વિભાગમાં નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં વક્તાશ્રી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના કાર્યકર તેમજ શિક્ષકશ્રી નીમેશભાઈ મકવાણા દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન મૂલ્યો વિશે ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે શાળાના માર્ગદર્શક શ્રી સિદ્ધાર્થભાઈ બ્રહ્મભટ્ટ તથા અંગ્રેજી માધ્યમના આચાર્યા શ્રીમતી સીમાબેન તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન શ્રીમતી ફાલ્ગુનીબેને કર્યું હતું.
[wptube id="1252022"]