
7 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજ રોજ પાલનપુર ની ઉપાસના વિદ્યાલય ખાતે બાળકો જીવનમાં રમતનુ મહત્વ સમજે અને રમત દ્વારા વિવિધ ગુણોનો સંચય થાય અને તેમનુ આરોગ્ય સારુ રહે તે હેતુથી શાળામાં સ્પોર્ટ ડે ઉજવવામાં આવ્યો. જેમાં દોડ, ૨સ્સી ખેંચ, લોટફુક, દડીરેસ, ત્રિપગી દોડ જેવી વિવિધ રમત રાખવામા આવી હતી જેમાં ધોરણ 1થી12 વિધાર્થીઓ એ ભાગ લીઘો હતો. કાર્યક્રમમાં સંસ્થાના રમતગમતના શિક્ષકો શ્રી ડાભીસાહેબ તથા કેલાશબેને તેમજ સંસ્થાના કાર્યકરો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે સંસ્થાના માગૅદશૅક શ્રી સિદ્ધાર્થભાઈ તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓ રૂપલબેન સીમાબેને વિજેતા થનાર વિદ્યાર્થીઓને મેડલ પહેરાવી પ્રોત્સાહિત કર્યા હતા. સમાપન કાર્યક્રમનું સંચાલન શ્રીમતી શાહિનાબેન તથા જીનલબેને કર્યુ હતું.
[wptube id="1252022"]