
2 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ફાઇનલ મેચમાં રાધાસ્વામી ઇલેવન ટીમ વિજેતા બની.શ્રી ધાન્યધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ તેમજ યુથ ક્લબ દ્વારા ગતરોજ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રાધાસ્વામી ઇલેવન અને એમ.એસ હોલીડે વચ્ચે યોજાઈ હતી જેમાં રાધાસ્વામી ઇલેવન ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને ટ્રોફી તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેસ્ટ રનર,બેસ્ટ ખેલાડી તેમજ મેન ઓફ ધ મેચને પણ ફીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સોની સમાજના મંત્રી ગીરીશભાઈ સોની યુથ ક્લબના પ્રમુખ નિરવભાઈ સોની,મંત્રી જતિનભાઈ સોની,તેમજ યુથકલબ ના હોદ્દેદારો અશ્વિનભાઈ સોની,દિલીપભાઈ સોની,પવનભાઈ સોની, પલકભાઈ સોની, દુર્ગેશભાઈ સોની સહિત સમાજના યુવાનો ઉપસ્થિત રહી ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી