BANASKANTHAPALANPUR
સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન”સ્વસ્તિક બાલમંદિર”માં ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી


16 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન”સ્વસ્તિક બાલમંદિર”માં ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી બાલમંદિરમાં ભૂલકાઓ એ પતંગ અને કાચી દોરી દ્વારા પતંગ ચગાવી અને પતંગની પ્રતિકૃતિ બનાવી પર્વની ઉજવણી કરી બાળકોને ઉતરાયણના દિવસે થતા દાન અને પુણ્યનો મહિમા નું મહત્વ સમજાવ્યું તેમજ તલના લાડુ ચીકી અને ખીચડો કેમ ખાવામાં આવે છે. તેનું મહત્વ સમજાવ્યું તેમજ પક્ષીઓને દોરી વાગે નહિ તેનું ધ્યાન રાખી પતંગ ચગાવવી તેમજ ચાઈના દોરીનો ઉપયોગ ન કરવો અને તેનાથી શું નુકસાન થઈ શકે છે તેની નાના ભૂલકાઓને માહિતી આપી અને સમજાવ્યું ઉતરાયણ પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી.
[wptube id="1252022"]







