
6 જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
*શંકરભાઈ ચૌધરીની મુલાકાત બાદ યુવા ભાજપ થરાદ તાલુકા ઉપપ્રમુખ નરસિંહ ભાઈ ચૌધરી એ 11 વૃક્ષો વાવી નવી પહેલ કરવામાં આવી.*
આજરોજ ભોરડું ખાતે અમારા વિસ્તાર ના ધારાસભ્ય અને વિધાનસભા ના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી સાહેબ અને પૂર્વ વાવ થરાદ ના ધારસભ્ય શ્રી માવજીભાઈ સાહેબ નાયબ કલેકટર શ્રી ડાભી સાહેબ તાલુકા ભાજપ પ્રમુખ દનાભાઈ માળી ભાજપ તાલુકા પ્રમુખ ઓમજી બા જિલ્લા પંચાયત સદસ્ય રૂપશિભાઈ જિલ્લા કિસાન મોરચા ના મહમંત્રી મદનલાલ, મામલતદાર શ્રી દરજી સાહેબ તથા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ થાનાભાઈ ભાજપ યુવા ઉપ પ્રમુખ નરસિંહભાઈ ચૌધરી તથા વિધુત બોર્ડ ના અધિકારી શ્રી એ ભોરડુ ગામની મુલાકાત કરીને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો.ગઈકાલે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભોરડું ગામની મુલાકાત લીધી હતી એ મુલાકાતમાં એમના સ્વાગત માં યુવા ભાજપ થરાદ તાલુકા ના ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ ચૌધરી દ્વારા એક સ્વાગત માં એક નવી પહેલ કરી પર્યાવરણને મદદરૂપ થઈ શકીએ માટે એમના સ્વાગત માટે 11 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો તો એમના મિત્રો દ્વારા એક એક વૃક્ષની જવાબદારી લઈ આજે 11 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું પ્રસંગે ભાજપ યુવા ઉપ પ્રમુખ શ્રી નરસિંહભાઈ બનાસ બેંક ઇન્સ્પેક્ટર શ્રી કરસનભાઈ બનાસ બેંક ના મેનેજર શ્રી મોઘજીભાઈ એસએમસીના અધ્યક્ષ અને ગામના ભૂદેવ શ્રી ભરતકુમાર શર્મા આચાર્યશ્રી ગગેશભાઈ તથા સ્ટાફમાંથી પરેશભાઈ મિતેશભાઈ કિશોરભાઈ પીરાભાઈ નીલકુંજભાઈ રોશન ભાઈ તથા ગામમાંથી હરસેંગભાઈ ભરતભાઈ મહેન્દ્રભાઈ અનેક મિત્રોએ ભાગ લઈ આજે અમારા ભોરડું પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો..
*પત્રકાર .પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*