આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં “ખરી કમાઈ અને શૈક્ષણિક જ્ઞાન પ્રદર્શન” કાર્યક્ર્મ યોજાયો

- 11 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા .
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં આજ રોજ રોજ “ખરી કમાઈ અને શૈક્ષણિક જ્ઞાન પ્રદર્શન” કાર્યક્ર્મ યોજાયો. જેની શુભ શરૂઆત શ્રી કે.કે. ચૌધરી સાહેબ (પ્રમુખશ્રી અખિલ આંજણા કેળવણી, મંડળ વિસનગર) ના વરદ્દ હસ્તે ઉદ્દઘાટન કરી કરવામાં આવી હતી. આ સાથે આ કાર્યક્રમને શોભાવવા શ્રી જે. ડી. ચૌધરી (મંત્રીશ્રી, અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર), શ્રી વી.જી. ચૌધરી (મંત્રીશ્રી, શાળા સંચાલન સમિતિ), શ્રી ખુમજીભાઈ કે. ચૌધરી (સભ્યશ્રી, શાળા સંચાલન સમિતિ) તથા અન્ય હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.”ખરી કમાઈના ૩૧ સ્ટોલ અને શૈક્ષણિક જ્ઞાન પ્રદર્શનના ૨૧ મોડ્યુલ” અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિ વધે અને આર્થિક આવક કઈ રીતે પ્રાપ્ત કરી આત્મનિર્ભર બની શકાય તે વિશે વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે હેતુથી આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિઘ વાનગીઓના સ્ટોલમાં જઈ વિવિધ વાનગીઓ આરોગી હતી અને કાર્યક્રમનું સુંદર આયોજન જોઈ મંત્રમુગ્ધ થઇ ગયા હતા.આમ પ્રમુખશ્રીની પ્રેરણાથી તથા આદર્શ વિદ્યાલયના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ની દીર્ઘદ્રષ્ટિથી અને શૈક્ષણિક સંકુલના તમામ સ્ટાફ મિત્રોના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.