BANASKANTHATHARAD

મોરીખા પ્રાથમિક શાળામાં પ્રીતિ ભોજન અપાયું

૧૦ જાન્યુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

આજરોજ વાવ તાલુકાના મોરીખા પ્રાથમિક શાળામાં બાળકોને પ્રીતિ ભોજન આપવામાં આવ્યું. આં પ્રીતિ ભોજનના દાતાશ્રીઓ ભેમજીભાઈ, રમેશભાઈ, દેવજીભાઈ, રાયમલ ભાઈ, પિયુષભાઈ, ધર્મિષ્ઠાબેન દ્વારા ચુરમુ, શાક- પૂરી, દાળ ભાત, પાપડ, તેમજ છાસ પીરસવામાં આવી. આં પ્રસંગે શાળાના અને ગણેશપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો, તથા ગામના અગ્રણીઓ શ્રી રાયમલભાઈ ચૌધરી (બનાસડેરી ડિરેક્ટર), પીરાભાઈ લોઢા (પૂર્વ આચાર્ય) તેમજ ગગાભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રીતિ ભોજનના દાતાશ્રીઓ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button