BANASKANTHAPALANPUR

પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરનો બાદરપુરા ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો

5 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજરોજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરનો ચડોતર બાદરપુરા ખોડલા અને ચંડીસર ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર વિજેતા થયા બાદ તેમના મત વિસ્તારમાં ઠેર ઠેર આભાર દર્શન કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે આજરોજ પાલનપુર તાલુકાના ચડોતર બાદરપુરા પડેલા અને ચંડીસર ખાતે તેઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે બાદરપુરા ખોડલા ખાતે તેઓએ ઉપસ્થિત તમામ લોકોનો તેમને જંગી બહુમતીથી જીતાડો બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને વિકાસના કામો માટે સદાય તત્પર રહેવાની ખાતરી આપી હતી આ પ્રસંગે પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ મોતીભાઈ પાળજા,પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર તાલુકાના યુવા ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ ચૌધરી,બાદરપુરાના સરપંચ,ખોડલાના સરપંચ,કુશકલ ના સરપંચ સહિત ત્રણે ગામોના રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને અનિકેતભાઈ ને નોટબુકો તેમજ પેન્સિલ અને પેન આપી સન્માન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button