BANASKANTHAPALANPUR

પ્રજાસત્તાક પર્વ પ્રસંગે પાલનપુર માહિતી કચેરીના કેમેરામેનશ્રી અશોક ચડોખીયાનું વિશિષ્ટ કામગીરી બદલ મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું

26 જાન્યુઆરી , વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ડીસા ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારી અને સારી કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં અંબાજી ભાદરવી પૂનમનો મેળો અને સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકારશ્રીના કાર્યક્રમોને કેમેરામાં કંડારી વિશાળ જનસમુદાય સુધી પહોંચાડવાની વિશિષ્ટ કામગીરી કરનાર જિલ્લા માહિતી કચેરી, પાલનપુરના કર્મયોગી કેમેરામેનશ્રી અશોકભાઇ ચડોખીયાનું ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ સન્માન મેળવનાર કેમેરામેનશ્રી અશોકભાઇ ચડોખીયાને જિલ્લા માહિતી કચેરી, પાલનપુરના નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી અને કચેરીના કર્મચારીઓએ અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી હતી.

[wptube id="1252022"]
Back to top button