ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બારપરગણા ગોળ સુરતદ્વારા ૧૨ મો ઈનામ વિતરણ તથા સ્નેહમિલન સમારોહ યોજાયો.

4 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
નટવરભાઈ પ્રજાપતિ ના જણાવ્યા અનુસાર સુરતની પાવન ધરા ઉપર વર્ષો પહેલા ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બારપરગણાના ભાઈઓએ ધંધાર્થે વસવાટ કર્યો હતો. ધંધાની સાથે સાથે બાળકો ના ઘડતરની ચિંતા કરી પ્રજાપતિ ભાઈઓ ભેગા મળી શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બારપરગણા મંડળની રચના કરી અનેક સેવાકીય કર્યોની શરૂઆત કરી.મંડળની રચના કરી બાળકોને તથા પ્રજાપતિ સમાજને એક સમિયાણાં નીચે દરવર્ષે એકત્રિત કરી ઈનામ વિતરણ તથા સ્નેહમિલન સમારોહ આયોજન કરવા લાગ્યા આજે બારવર્ષે સુરત કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે ૧૨ મો ઈનામ વિતરણ તથા સ્નેહમિલન સમારોહ પ્રજાપતિ સમાજના દાનવીરદાતા તથા આ પ્રસંગે ભોજન સમારંભના દાતા પ્રજાપતિ ભીમજીભાઈ ગગાભાઈ રવેલ તા.દીઓદર વાળાના અધ્યક્ષના સ્થાને અમરતભાઈ ટી.પ્રજાપતિ (એ.ટી.)સરીયદ વાળાના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. દીપ પ્રાગટય કરી બાળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનેઆવકાર્યાહતા.સ્વ.ઝબીબેન લીલાભાઈ પ્રજાપતિ તથા કોરોનાના કપરાકાળમાં અવસાન પામેલ દિવ્યાત્માઓને શાંતિ માટે બે મિનિટ મૌન પાળી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનું ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.દરેક વિધાર્થીઓને પ્રજાપતિ લીલાભાઈ ધુડાભાઈ તરફથી ઈનામ આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે કોમ્યુનિટી હોલના ભાડાના દાતા મનસુખભાઈ ડી.પ્રજાપતિ કોલીવાડા,સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા શિવાભાઈ ડી.પ્રજાપતિ સહિત અનેક દાતાઓએ દાન આપી સહભાગી થયા હતા.આ કાર્યક્રમમાં શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના સભ્ય મહેશભાઈ ઊંઝિયા,કાંકરેજ મીડિયા નટવરલાલ પ્રજાપતિ થરા, પિનાકીનભાઈ પ્રજાપતિ મહેસાણા,દશરથભાઈ પ્રજાપતિ (ડી.ડી.)રાધનપુર,મંજીભાઈ પ્રજાપતિ,બચુભાઈ પ્રજાપતિ વકીલ,કાંતિભાઈ પ્રજાપતિ કડી,દલસુખભાઈ પ્રજાપતિ પાટણ સહિત શ્રી બાર પરગણા પ્રજાપતિ સમાજમાંથી વિશાળ સંખ્યામાં ભાઈઓ-બહેનો, બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રૂગનાથભાઈ પ્રજાપતિ સરીયાદવાળાએ કર્યું હતુ