
7 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં વિધાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ તથા વિદ્યાર્થીમાં રહેલી સર્જનાત્મક શક્તિને વિકસાવવા “મહેંદી સ્પર્ધા” યોજાઈ હતી. જેમાં કુલ ૪૬ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ વાઈઝ ત્રણ નંબર આપવામાં આવ્યા હતા. ધો-૯ માં સાદિયા એ. મોમીન (પ્રથમ નંબર), રૂદાલી એમ. પ્રજાપતિ (દ્રિતીય નંબર), જકિયાબાનું જી. ચૌહાણ (તૃતીય નંબર) તથા ધો-૧૦ માં મરજીના એસ. પઠાણ (પ્રથમ નંબર), આયરીન એસ. નાગોરી (દ્રિતીય નંબર), મારીયા આર. સુથાર (તૃતીય નંબર), ધો-૧૧ માં સાયમાઅખ્તર એફ. મોમીન (પ્રથમ નંબર), ભાગ્યશ્રી એસ. સુથાર (દ્રિતીય નંબર), હેપ્પી જી. પ્રજાપતિ (તૃતીય નંબર), ધો-૧૨ માં રુહીનાબાનું આર. મનસુરી (પ્રથમ નંબર), એના એન. કડીયા (દ્રિતીય નંબર), સિદ્ધિ વી. ઠાકોર (તૃતીય નંબર) પ્રાપ્ત કર્યો હતો.મહેંદી સ્પર્ધાનું આયોજન શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે સાંસ્કૃત્તિક પ્રવૃત્તિના કન્વીનરશ્રીઓએ સુંદર કર્યું હતું. આમ મહેંદી સ્પર્ધાનું સુંદર આયોજન થવા બદલ તથા મહેંદી સ્પર્ધામાં ભાગ લેનાર અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર તમામ બહેનોને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવેલ.