આદર્શ આર્ટ્સ,સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરમાં “ખરી કમાઈ (food day) અને group day કાર્યક્ર્મ યોજાયો

14 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરમાં તા-૧૪/૦૨/૨૦૨૩ ના રોજ “ખરી કમાઈ(food day) અને group day કાર્યક્ર્મ યોજાયો. જેની શુભ શરૂઆત શ્રી કે.કે. ચૌધરી સાહેબ (પ્રમુખશ્રી અખિલ આંજણા કેળવણી, મંડળ વિસનગર) ના વરદ્દ હસ્તે ઉદ્દઘાટન કરી કરવામાં આવી હતી. આ સાથે આ કાર્યક્રમને શોભાવવા શ્રી જે. ડી. ચૌધરી (મંત્રીશ્રી, અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર), શ્રી દિનેશભાઈ ચૌધરી (પ્રિન્સીપાલશ્રી, આદર્શ વિદ્યાલય) તથા અન્ય હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. “ખરી કમાઈના ૦૯ સ્ટોલ આર્થિક આવક કઈ રીતે પ્રાપ્ત કરી આત્મનિર્ભર બની શકાય તે વિશે વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે હેતુથી આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિઘ વાનગીઓના સ્ટોલમાં જઈ વિવિધ વાનગીઓ આરોગી હતી અને કાર્યક્રમનું સુંદર આયોજન જોઈ મંત્રમુગ્ધ થઇ ગયા હતા.આમ પ્રમુખશ્રીની પ્રેરણાથી તથા આદર્શ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રીની દીર્ઘદ્રષ્ટિથી અને કોલેજના તમામ સ્ટાફ મિત્રોના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.



