BANASKANTHAPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગરમાં ધોરણ :- 11 -12 વિજ્ઞાન પ્રવાહની વાલી મીટીંગ યોજાઈ

10 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં ધોરણ :- 11 -12 વિજ્ઞાન પ્રવાહની વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે અને ધોરણ-12 સાયન્સ પછી કયા વિષયની અંદર આગળ વધવું તે હેતુસર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિજ્ઞાન પ્રવાહના સુપરવાઇઝર શ્રી રાજુભાઈ પરીખે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક્સ  કેવી રીતે લાવવા અને કેવી રીતે મહેનત કરવી તે માટે વાલીઓ સાથે વાર્તાલાપ કાર્યો હતો. ત્યારબાદ શ્રી ખુમજીભાઈ કે. ચૌધરી (સભ્યશ્રી, શાળા સંચાલન સમિતિ) એ વાલીઓને વિદ્યાર્થીની કોઈ બીજા વિદ્યાર્થી સાથે સરખામણી ન કરતાં વિદ્યાર્થીને તેની રુચિ પ્રમાણે અભ્યાસમાં પ્રોત્સાહન પુરું પાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ શ્રી ઈશ્વરભાઈ આઈ. ચૌધરી (પ્રમુખશ્રી, છાત્રાલય સંચાલન સમિતિ) એ વિદ્યાર્થીઓના વિકાસ માટે વાલીઓએ શું પગલાં ભરવા તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ શ્રી કે.કે.ચૌધરી સાહેબ (પ્રમુખશ્રી, શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર) એ વાલીઓને પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ સાથેના  વાલીઓના વર્તન અને વ્યવહાર અંગે  પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતમાં શિક્ષકશ્રી વિશાલભાઈ કડીયાએ JEE, NEET અને ગુજકેટ વિશે વિદ્યાર્થીઓને કેવી રીતે મહેનત કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર પ્રોગ્રામનું એન્કરીંગ શિક્ષિકા શ્રીમતી રંજનાબેન પુનર્વસુ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે તથા સર્વ સ્ટાફ મિત્રોના સહયોગથી સુંદર થયું હતું. જે બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button