BANASKANTHAPALANPUR

સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાના નિ:શુલ્ક વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો

5 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર સંકુલમાં સમાજના શિક્ષણ હિતેચ્છુ દાતાશ્રીઓના સહયોગથી જુનિયર ક્લાર્કની પરીક્ષાના સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગની શરૂઆત કરવામાં આવી જેમાં સમાજના મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ આજના વગૅમાં હાજરી આપીને નિ:શુલ્ક વર્ગના શિક્ષણનો લાભ મેળવ્યો.આવનાર પરીક્ષામાં આ પરીક્ષાથીઓ જવલંત સફળતા મેળવે અને પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવે તેવા આશીર્વાદ બનાસકાંઠા જિલ્લામાં વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકી,મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસરીયા તથા દાતાશ્રીઓએ આપેલ તથા આ વર્ગમાં નિ:શુલ્ક રીતે માર્ગદર્શન આપનાર નિષ્ણાત તજજ્ઞ મિત્રોનો તથા આ વર્ગ માં દાન આપનાર સમાજના દાતાશ્રીઓનો કેળવણી મંડળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે

[wptube id="1252022"]
Back to top button