BANASKANTHATHARAD

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે ડ્રગ્સ સેફ્ટી અવેરનેશ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું

2 જાન્યુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે Dy.SP સાહેબ શ્રી એસ.એમ.વારોતરિયા સરના અધ્યક્ષ સ્થાને Drugs Safety Awareness કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત આજના મુખ્ય મહેમાન Dy.SP શ્રી વારોતરીયા સાહેબ, પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તેમજ પોલીસ સ્ટાફના શાબ્દિક સ્વાગતથી અત્રેંની કોલેજના આચાર્યશ્રી ભાવિક ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડ્રગ્સનું એડિકશન કઈ રીતે ફેલાય છે અને તેના શું શું પરિણામો આવી શકે તેના વિશેની એક શોર્ટ ફિલ્મ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી. આ શોર્ટ ફિલ્મ બાદ પીઆઈ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને સચોટ અને સરળ ભાષામાં Drugsથી સામાજિક, આર્થિક,માનસિક તેમજ સ્વાસ્થ્ય ઉપર શું અસર પડે તે વિશે માહિતી પૂરી પાડવામાં આવી. આજના કાર્યક્રમના અધ્યક્ષ Dy.SP સાહેબશ્રી એસ એમ. વારોતરીયા સર દ્વારા વિદ્યાર્થીઓને Drugs Safety Awareness વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી. જેમાં વ્યસન તરફ વિદ્યાર્થીઓ કઈ રીતે દોરાય છે અને પછી કયા સ્ટેજ સુધી પહોંચે છે અને જેના કારણે તેના કેવા ભયંકર પરિણામો આવી શકે તે વિશે એક ઉમદા વક્તવ્ય તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમના અંતે આભાર વિધિ અત્રેની કોલેજના આચાર્યશ્રી તેમજ એનએસએસ પ્રોગ્રામ ઓફિસરશ્રી ભાવિક ચાવડા દ્વારા કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અત્રેની કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી મુકેશ રબારી દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં કોલેજના વહીવટી સ્ટાફમાંથી ખોડાભાઈ ગોહિલ તેમજ દ્રશ્ય શ્રાવ્ય વિભાગના શ્રી કે. કે. કટારીયા તેમજ કોલેજના સેવક મિત્રોના સંપૂર્ણ સહયોગથી આજનો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ જાહેર કરાયો.

*પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*

[wptube id="1252022"]
Back to top button