
7 જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ શહેરમાં આવેલી આનંદનગર પ્રા.શાળા શૈક્ષણિક તેમજ ઈતર પ્રવૃતિઓમાં હંમેશા પોતાના પરફોર્મન્સથી અગ્રીમ હરોળમાં રહેતી હોય છે. શાળાના ઉપ શિક્ષક શ્રીમતી કંચનબેન પ્રહલાદદાસ પટેલ કે જેઓ 23/12/86 થી સતત 36 વર્ષ સુધી દીર્ઘકાલીન સેવાઓ આપી તા. 31/10/2022 ના રોજ વય નિવૃત થયેલ. તેમનો આજ રોજ તા. 6 ઠી જાન્યુઆરી 2023 ના રોજ ભાવ દર્શન કાર્યક્રમ તાલુકા ઘટકસંઘ પ્રમુખ શ્રે એસ આર લાંબડા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયો.જેમાં થરાદ શહેર ભાજપ પ્રમુખ અને જાણીતા એડ્વોકેટ શ્રી અજયભાઈ ઓજા તથા નગર પાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત તથા દીપકભાઈ ઓજા,થરાદ ટી.એચ.ઓ.શ્રી જેપાલ સાહેબ તથા વાવ ટી.એચ.ઓ,ભરતભાઇ મણવર તથા કોર્પોરેટરશ્રીઓ,થરાદ સેન્ટરની તમામ શાળાના આચાર્યશ્રીઓ,સીઆરસીશ્રીઓ શહેરના જાણીતા ડોક્ટરો,થરાદના ના આગેવાનો, તથા શાળાના ભુતપૂર્વ શિક્ષકો અને વિધ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહયા હતા.શાળા પરિવાર તરફથી વિદાય લેતા બેનને સોનાની વીંટી, સરસ્વતીનું પ્રતિક,સન્માનપત્ર,શાલ અર્પણ કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી મહાનુભાવોએ આ પ્રસંગે શાળાની કામગીરીને બિરદાવતા શાળાના ઉત્સાહી અને મહેનતકસ આચાર્ય શ્રી મહેશભાઇ મણવર તથા શાળા પરીવારની આગેવાનીમાં શાળા સતત શૈક્ષણિક તેમજ વિધાર્થીઓના વિકાસની બાબતમાં અગ્રેસર રહે છે જેનો ઉલ્લેખ કરી શાળાની કામગીરીને બિરદાવી હતી. ભાવદર્શન કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી તથા તમામ સ્ટાફ મિત્રો તથા એસ.એમ.સી. પરિવારે ભારે જેહમત ઉઠાવી હતી.
*પત્રકાર.પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*