
2 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બાલારામ સઘનક્ષેત્ર સમિતિ “વિમળા જ્યોત”, ચિત્રાસણી ખાતે શનિવારના રોજ સંસ્થાના આદ્યસ્થાપક શ્રી પરમપૂજ્ય વિમળાબાની ૧૦૮મી જન્મજયંતિ નિમિત્તે સંસ્થાકીય રમતોત્સવની ઉજવણી કરવામાં આવી. સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી ચારુબેન અને શ્રી શૈલેષભાઇ મહેતા તમામ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતાં. સંસ્થાના કાર્યકારી નિયામકશ્રી ભરતભાઈ પટેલ અને સંસ્થાના વિવિધ વિભાગો જેવા કે આશ્રમશાળા આદિવાસી જાતિ ,અનુદાનિત નિવાસી પ્રા.શાળા,માતૃઘર પ્રા.શાળા ,સી.જે.કોઠારી હાઈસ્કૂલ ,શ્રી જી.જી.મેહતા સ્ત્રી અધ્યાપન મંદિરનાં આચાર્યશ્રીઓ દ્વારા આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગોલાફેક ,ચક્રફેક, લાંબીકૂદ ,૧૦૦ મીટર દોડ,કોથળાદોડ ,લીંબુચમચી,સંગીત ખુરશી,રસ્સાખેંચ,જેવી રમતો રાખવામાં આવી હતી. આ રમતોત્સવ સ્પર્ધામાં ધોરણ ૧ થી ૧૨નાં બાળકો તેમજ પી.ટી.સી કોલેજની તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો હતો અને વિવિધ રમતોમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કર્યા હતો .રમતોત્સવ દરમિયાન ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.સમગ્ર રમતોત્સવનું સંચાલન અર્જુનસિંહ હડીયોલે કર્યું હતું.સમગ્ર રમતોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના તમામ વિભાગના તમામ કર્મચારી મિત્રોએ ખૂબ જ મહેનત કરી હતી અને રમતોત્સવને ખૂબ સફળતાપૂર્વક આનંદથી ઉજવણી કરવામાં આવી.