BANASKANTHAPALANPUR

કમલ વિદ્યામંદિર ભૂતેડી હાઈસ્કૂલ ખાતે ડીઈઓ કચેરી દ્વારા વાર્ષિક નિરીક્ષણ કાર્ય યોજાયું

10 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજ રોજ કમલ વિદ્યામંદિર ભૂતડી ખાતે ડીઈઓ કચેરી દ્વારા વાર્ષિક નિરીક્ષણ કાર્ય કરવા માટે ઓફિસમાંથી પધારેલા સરદાર પટેલ એસ.વી.એસ મલાણા ના લાયઝન ઓફિસર શ્રી ચેતનભાઈ પટેલ તથા એ. ઈ.આઇ.શ્રીઓ કૃણાલદીપ મકવાણા તથા શામળભાઈ પ્રજાપતિ એ શાળા માં પધારીને વાર્ષિક નિરીક્ષણ કાર્ય શૈક્ષણિક અને વહીવટી બાબતો પ્રત્યેની વિગતવાર માહિતી સભર અને સહજતા પૂવૅક નિરીક્ષણ પૂર્ણ કરેલ હતું. તેમા બાળકોનું વર્ગ નિરીક્ષણ કાર્ય,મા.ઉ.મા.ના શિક્ષકમિત્રો, વહીવટી સાથે સ્ટાફ મિટિંગ કરી ને જરુરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું.અને આચાર્ય શ્રી માવજીભાઈ પટેલ, ક્લાર્ક સુરેશભાઈ અને સ્ટાફ મિત્રોએ આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button