BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાની મલાણા પગાર કેન્દ્ર શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

7 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર , સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

મલાણા પગાર  કેન્દ્ર શાળા દ્વારા ગાંધીનગર, સાયન્સ સિટી,પાવાગઢ,વડોદરા અને સ્ટેચ્યુ ઑફ યુનિટી નો શૈક્ષણિક પ્રવાસ કરવામાં આવ્યો.પ્રથમ દિવસે ગાંધીનગર ખાતે વિધાનસભા મુલાકાત કરી તેનું મહત્વ સમજાવવામાં આવ્યું.પાલનપુર ના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ બાળકો ને રૂબરૂ મળ્યા અને સંવાદ કર્યો તેઓએ પણ પોતાના બાળપણ અંગે વાર્તા કરી અને બાળકો પણ ભવિષ્યમાં પ્રગતિ કરે તેવા શુભાષિસ આપ્યા.ત્યારબાદ બાળકોને અમદાવાદ ની મેટ્રો ટ્રેન માં મુસાફરી નો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો અને તે વિશે સમજ આપવામાં આવી.સાયન્સ સિટી માં વિવિધ રાઇડમાં બેસાડી આનંદ સાથે વિજ્ઞાનનું જ્ઞાન આપવામાં આવ્યું.પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કર્યા.ત્યારબાદ વિશ્વ વિખ્યાત સૌથી ઉંચી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સમગ્ર એકતા નગરમાં ફલાવર વેલી સરદાર સરોવર ડેમ સાઈટ વગેરે જોવાલાયક પોઇન્ટ બતાવવામાં આવ્યા.છેલ્લે વડોદરામાં કમાટી બાગમાં આવેલ જોવાલાયક સ્થળ નું નિદર્શન કરી ખૂબ ઉત્સાહ અને મોજ મસ્તી સાથે પ્રવાસ પૂર્ણ કરવામાં આવ્યો.સમગ્ર આયોજન આચાર્યશ્રી ભરતભાઈ જોષી ના માર્ગદર્શન હેઠળ વિનુભાઇ ચૌધરી,નરેશભાઈ રાવળ,રાજેશભાઈ શુકલ,કમલેશભાઈ સોલંકી અને જિજ્ઞાસાબેન પટેલ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું.બાળકોના જીવનમાં પ્રત્યક્ષ અનુભવ થાય તે હેતુ થી તમામ પ્રકારના જોવાલાયક જાણવાલાયક સ્થળોની મુલાકાત કરાવવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button