BANASKANTHAPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગરમાં સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિ અંતર્ગત “વેસ્ટમાંથી બેસ્ટ” પ્રવૃતિ યોજાઈ

6 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈવ્યાસ પાલનપુર બનાસકાંઠા

  •     શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં  સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિ અંતર્ગત “વેસ્ટમાંથી બેસ્ટ” પ્રવૃતિ યોજાઈ. જેમાં સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિમા જોડાયેલ બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં બહેનોએ આર્થિક ખર્ચ વિના વેસ્ટ વસ્તુઓમાંથી કુદરતી ફાર્મ હાઉસ, વિવિધ તોરણ, ફુલદાની, શૉ પીસ, પાણીનો ફુવારો, બોલપેન સ્ટેન્ડ, ફોટો ફેમ, ખુરશી-ટેબલ, વોલ-લાઈટ વગેરે બેસ્ટ કલાકૃત્તિઓ રજૂ કરી હતી. “વેસ્ટમાંથી બેસ્ટ” પ્રવૃત્તિમાં ભાગ લીધેલ બહેનોમાંથી પ્રથમ નંબરે વિંદા વી. ચૌધરી ધો-૯બ (કૃત્તિ- કુદરતી ફાર્મ હાઉસ) બીજા નંબરે સુહાની વી. શાહ ધો-૯ક (કૃત્તિ- બંગડીઓમાંથી તોરણ), ત્રીજા નંબરે ઉન્નતિ બી. રાવલ ધો-૯બ (કૃત્તિ- શૉ પીસ), ચોથા નંબરે દ્દષ્ટિ એમ. પ્રજાપતિ ધો-૯ક ( કૃત્તિ- પ્લાસ્ટિકની બોટલમાંથી ફુલદાની) અને પાંચમા નંબરે ભકિત એચ. રામી ધો-૯ક (કૃત્તિ- કાગળમાંથી તોરણ) પ્રાપ્ત કર્યો હતો.  “વેસ્ટમાંથી બેસ્ટ” પ્રવૃત્તિને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી સાહેબે તથા શાળાના આચાર્યશ્રીએ નિહાળીને ભાગ લેનાર તમામ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. આમ સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિના કન્વીનર શ્રીમતિ દિપિકાબેન જે. રામીના માર્ગદર્શન નીચે “વેસ્ટમાંથી બેસ્ટ” પ્રવૃત્તિનું સુંદર આયોજન થવા બદલ તથા ભાગ લેનાર તમામ બહેનોને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર પ્રમુખશ્રી, અન્ય હોદ્દેદારશ્રીઓ તથા શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી અને તમામ સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button