શ્રી એમ. બી. કર્ણાવત હાઇસ્કુલ, પાલનપુર દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું

3 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી એમ. બી. કર્ણાવત હાઇસ્કુલ, પાલનપુર દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું રવિવારના રોજ થયું હતું. જેમાં ધોરણ 11, 12 ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહના 156 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો, એમ કુલ 168 વ્યક્તિઓએ પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસના મુખ્ય સ્થળોમાં ઊંઝા – ઉમિયા માતાનું મંદિર, ઐઠોર ગણપતિ દર્શન, ઇન્દ્રોડા પાર્ક – ગાંધીનગર તથા ઋષિવન- વિજાપુર નો સમાવેશ થયો હતો. વિદ્યાર્થીઓને સવારે પૌષ્ટિક નાસ્તો, બપોરે મિષ્ઠાન યુક્ત ભોજન તેમજ રાત્રે પાવભાજીની મિજબાની માણવા માણી હતી. સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ ખુશ થયા હતા. આ પ્રકારનું આયોજન અવારનવાર કરવા તેઓએ વિનંતી પાઠવી હતી. પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ તથા સમગ્ર શૈક્ષણિક પ્રવાસના કન્વીનરશ્રી વાય.ડી. બારડ અને બી.એ મકવાણાને શાળાના આચાર્યશ્રી બી.ડી. ચૌધરી તથા પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત દ્વારા ખૂબબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.