
24 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
અંબાજી સહીત ગુજરાત અને રાજસ્થાન વિસ્તાર માં દિવ્યાંગ લોકો જેમાં ખાસ કરીને પોલિયોગ્રસ્ત કે કેલિપર્સ જેવા જેમના કોઈપણ કારણસર ઘૂંટણ થી ઉપર કે નીચે પગ કપાયેલા હોય તેમને કુત્રિમ પગ (જયપુરકૂટ)તેમજ કોણી થી નીચે કપાયેલા હાથવાળા વ્યક્તિઓ ને કુત્રિમ હાથ તથા વોકિંગ સ્ટિક વિનામૂલ્ય આપવા માટેનો એક કેમ્પ અંબાજી રોટરી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો ખાસ કરીને આ કેમ્પ માં રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આજે રોટરી ક્લબ અંબાજી હોલ ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિ માં આ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં અંબાજી સહીત ના આસપાસ વિસ્તાર માંથી આવેલા 54 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓના કુત્રિમ હાથ અને પગ માટે ના માપ લેવામાં આવ્યા હતા આ જે લોકો ના માપ લેવામાં આવ્યા છે તેમને સુચારુ અને વ્યવસ્થિત રીતે હાથ પગ હલનચલન થઇ શકે તે રીતે તેમને જયપુરફૂટ વિનામૂલ્ય ફિટિંગ કરી આપવામાં આવશે આગામી 21 માર્ચ ના રોજ બનાસકાંઠા ના જગાણા ગામ ખાતે તમામ દિવ્યાંગ વ્યક્તિઓ ને ફરી સાધન આપવા માટેનો કેમ્પ આયોજિત કરવામાં આવશે .આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.








