BANASKANTHAKANKREJ

ટોટાણા ધામે શ્રી સદારામ બાપા ના મંદિરે લોકસભાની ચુંટણી જીત્યા બાદ દર્શન કરતા ગેનીબેન ઠાકોર..

બ્રહ્મલીન સંતશ્રી સદારામબાપુ સાથે સાક્ષાત કૃષ્ણ ભગવાન હતા અને હું એમજ નથી કહેતી મેં જાતે અનુભવ્યું છે:-સાંસદ ગેનીબેન ઠાકોર…

બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકાની પાવન ભુમી ખાતે આવેલ ટોટાણાધામના બ્રહ્મલીન સંતશ્રી સદરામબાપુએ લાખો લોકોને વ્યસન મુક્ત કર્યા હશે. આવી મહાન વિભૂતિ પરમ પૂજ્ય સંતશ્રી સદારામબાપાના મંદિરે બનાસકાંઠા જિલ્લા લોકસભાની ચુંટણી જીત્યા બાદ સાંસદ ગેનીબેન ઠાકોરે ટોટાણાધામે બ્રહ્મલીન સદારામબાપુના મંદિરે દર્શન કર્યા હતા ગ્રામજનો અને ટોટાણા આશ્રમના સેવકો દ્વારા ફૂલહાર પહેરાવી કંકુ તિલક કરી સ્વાગત કર્યું હતું.તેમની સાથે બ.કાં.જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ ભૂપતજી ઠાકોર,થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર,અમરાજી ઘાંઘોસ,ભરત ઠાકોર સહિત ટોટાણા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે બ્રહ્મલીન પૂજ્ય સંતશ્રી સદારામબાપાએ લાખો લોકોને વ્યસન મુક્ત કર્યા છે.અને થાય તો કોઈક નું સારૂ કરજો ખોટામાં ભાગ ન લેતા કેમકે સદારામબાપુ શું હતા તે મને ખબર છે બાપુની સાથે સાક્ષાત કૃષ્ણ ભગવાન હતા તે મે બાપુ સાથે જાતે અનુભવ્યું છે તે હું જવાબદારી પૂર્વક શ્રદ્ધાપૂર્વક કહું છું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button