
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ :શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે ઉત્તરાયણ તહેવારની ઉજવણી કરવામાં આવી
સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ તહેવારની ધામ ધૂમ થી ઉજવણી થઇ રહી છે ત્યારે 14 મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ નો તહેવાર છે જે લોકો ઉલ્લાસ થી ઉજવણી કરી રહ્યા છે કહેવાય છે કે 14 મી જાન્યુઆરી ના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે ઉત્તરાયણ ને મકરસંક્રાંતિ તરીકે પણ ઓરખવામાં આવે છે અને ઉજવણી કરવામાં આવે છે ત્યારે ઉત્તરાયણ તહેવાર પહેલા શાળાના વિધાર્થીઓમાં ઉત્સાહ પૂર્વક ઉત્તરાયણ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મેઘરજ તાલુકાની શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે ઉત્તરાયણ તહેવાર ની ઈજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિધાર્થીઓ એ ઉત્તરાયણ ઉજવણીના ભાગ રૂપી પતંગો ચગાવ્યા હતા જેમાં શાળા પરિવાર સાથે બાળકો એ આનંદ ઉલ્લાસ ના પેચ સાથે એક બીજાના પતંગો કાપી ઉત્તરાયણ તહેવારની ઉજવણી કરી હતી