
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ,મેઘરજ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારાવિધાર્થી બહેનો માટે ‘સ્વ રક્ષણ તાલીમ ’નું આયોજન
ઉપરોક્ત વિષય અન્વયે તાજેતરમાં અત્રેની શાળા એક્લ્વ્ય મોડેલ રેસિડેનિયલ સ્કુલ, મેઘરજ ખાતે જિલ્લા પોલિસ અધિક્ષકની કચેરી,અરવલ્લી દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શાળાની બહેનો માટે ‘સ્વ રક્ષણ તાલીમ’ માટે 10 દિવસની તાલીમ શરૂ કરવામાં આવી.જેમાં કાર્યક્રમ ના ઉદ્દગાટનમાં શામળાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ વી.ડી.વાઘેલા સાહેબ,સ્વ રક્ષણ તાલીમ એકેડમીના હેડ જુજારસિંહ વાઘેલા શાળાના આચાર્યશ્રી ગઢવી પરેશકુમાર તથા સ્ટાફ મિત્રોએ હાજરી આપી હતી. 10 દિવસની તાલીમ દરમ્યાન બાળકોને પંચીગ,બ્લોકિંગ,જુડો –કરાટે ફાઇટ કરાટે જેવી પાયાની સ્વ રક્ષણ તાલીમ આપવામાં આવશે.
[wptube id="1252022"]