ARAVALLIMEGHRAJ

મેઘરજ : ન્યુ ઈયર પાર્ટીમાં શિક્ષક અને આરોગ્ય કર્મી મિત્રો સાથે જુગારની બાજી માંડી : ઇસરી પોલીસે શણગાલના 5 શકુનિઓને દબોચ્યા

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ન્યુ ઈયર પાર્ટીમાં શિક્ષક અને આરોગ્ય કર્મી મિત્રો સાથે જુગારની બાજી માંડી : ઇસરી પોલીસે શણગાલના 5 શકુનિઓને દબોચ્યા

*જુગારીઓને છોડાવવા મળતીયાઓના અનેક ધમપછાડા છતાં PSI દેસાઈની કાયદેસરની કાર્યવાહીને પંથકમાં ભારે આવકાર*

*જગદીશ જયંતીભાઈ પટેલ શિક્ષક તરીકે અને નરેશ રમણભાઈ પંચાલ આરોગ્ય કર્મી તરીકે ફરજ બજાવે છે*

અરવલ્લી જીલ્લામાં વરલી-મટકા અને જુગાર અને દારૂના ખપ્પરમાં અનેક પરિવારો બરબાદ થઇ ગયા જીલ્લામાં જુગારીઓ જગ્યા મળે ત્યાં હારજીતની બાજી માંડી જુગાર રમતા શકુનિઓ અનેકવાર પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે મેઘરજ તાલુકાના શણગાલ ગામમાં ઘર બહાર ખુલ્લામાં હારજીતની બાજી માંડીને બેઠેલા 5 જુગારીઓને દબોચી લેતા હોશ ઉડી ગયા હતા 33 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ઇસરી પોલીસે ઝડપેલ 5 શકુનીઓ માંથી એક શકુની શિક્ષક , આરોગ્ય કર્મી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી સરકારી કર્મચારીઓને ન્યુ ઈયરમાં જુગાર રમવો ભારે પડ્યો હતો

ઇસરી ઇન્ચાર્જ પી.આઈ.વી.એસ.દેસાઈ અને તેમની ટીમે પેટ્રોલિંગ હાથધરતા શણગાલ ગામમાં કિરણ પ્રવીણ તરારના ઘર બહાર ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી સ્થળે ત્રાટકી ખુલ્લી જગ્યાને કોર્ડન કરી હાર જીતની બાજી લગાવી બેઠેલા ગામના જ 1)જગદીશ જ્યંતી પટેલ,2)અલ્પેશ અમૃત દરજી,3)કિરીટ રમણ પટેલ,4)નરેશ રમણ પંચાલ અને 5)કિરણ પ્રવીણ તરારને હારજીતની બાજી પર લગાવેલ અને તેમની પાસેથી રોકડ રકમ મળી રૂ.14320/- અને મોબાઇલ મળી કુલ રૂ.33320/- નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી અટકાયત કરી હતી

[wptube id="1252022"]
Back to top button