ARAVALLIMODASA

અરવલ્લી : રેશનીંગકાર્ડ ધારકો ને મળતા મફત અને સસ્તા દરના ચોખા ગરીબો ખાતા નથી, અને તેજ ચોખા દુકાનદારો સસ્તામાં ખરીદે છે !!!

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : રેશનીંગકાર્ડ ધારકો ને મળતા મફત અને સસ્તા દરના ચોખા ગરીબો ખાતા નથી, અને તેજ ચોખા દુકાનદારો સસ્તામાં ખરીદે છે !!!

ગુજરાત સરકાર ગરીબોની ઉંચા લાવવા માગે છે તે મુજબ રેશનીંગની દુકાનમાંથી સસ્તા દરે રેશનકાર્ડ ધારકો ને ચોખા મળે છે તે હવે ગરીબોના ઘરમાં ખૂબ જ ભરાઈ ગયા છે અને હવે એ ચોખા દુકાનોમાં સસ્તા ભાવે દુકાનવાળા લઈ લે છે અને તે જ ચોખા અન્ય માણસો 40 રૂપિયાના ભાવે વેચે છે ઘણી જગ્યાએ આ રેશનિંગ ના ચોખા વેપારીઓ લેવાની ના પાડે છે બે હાથ જોડે છે પરંતુ ખાનગીમાં સસ્તા ભાવે રાખી લે છે ત્યારે આ બાબતે લોક ચર્ચા એ જોર પકડ્યું છે કે રેશનિંગકાર્ડ ધારકો ને આપવામાં આવતા ચોખાના બદલે ઘઉં વધુ આપવામાં આવે અને સાથે મકાઈ આપવામાં આવે તો ખાવામાં કામ લાગી શકે છે વધુમાં આમ જનતા માણસોને જયારે ઘઉં અને મકાઈની જરૂરિયાત ઉભી થાય ત્યારે તેને રૂપિયા આપી દુકાનમાં ખરીદી કરવા મજબુર બનવું પડે છે હવે સસ્તા દરે રેશનિંગમાં મળતું અનાજ જેમાં હાલ ઘઉંના કરતા ચોખાનો જથ્થો વધારે મળે છે અને દર મહિને કુટુંબના માણસો દીઠ કેટલીક વાર ત્રણ મણ થી વધુ ચોખા મળે છે જેના બદલે ઘઉં નું પ્રમાણ ઓછું કરવામાં આવ્યું છે જ્યાં પહેલા રેશનકાર્ડ ધારકો ને ઘઉંના પ્રમાણ કરતા ચોખા ઓછા મળતા હતા ગરીબોને હવે મફત અનાજ વધી ગયું હોવાથી ચોખા નો જથ્થો વેચવામાં આવે છે ત્યારે આ બાબતે શું ખરેખર આના ઉપર પ્રતિબંધ લાગશે ખરો…? કે પછી પુરવઠાવિભાગ તપાસ કરશે ખરો…?ત્યારે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય અને મફત અને સસ્તા દરે મળતા અનાજ બાબતે કંઈક કરે તેવી લોક માંગ છે

[wptube id="1252022"]
Back to top button