ARAVALLIMEGHRAJ

મેઘરજ : ચણાના પાકમાં રોગચારો,ફૂગ અને સુકારો લાગતા ખેડૂતો પર આફત મેઘરજ તાલુકામાં 5207 હેક્ટરમાં ચણાનું વાવેતર

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ચણાના પાકમાં રોગચારો,ફૂગ અને સુકારો લાગતા ખેડૂતો પર આફત મેઘરજ તાલુકામાં 5207 હેક્ટરમાં ચણાનું વાવેતર

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો એ પોતાના ખેતરમાં શિયાળુ પાક તરીકે ચણાના પાકનું વાવેતર કર્યું છે જેમાં ચાલુ સાલે મેઘરજ તાલુકામાં કુલ 5207 હેક્ટરમાં ચણા ના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે જેમાં મેઘરજ તાલુકાના ભગવતી કંપા તેમજ આજુબાજુના ગામડાઓમાં ચણા ના પાકમાં સુકારો તેમજ ફૂગ નામનો રોગ લાગુ પડતા છોડ સુકાવા લાગ્યા છે.

ખાસ કરીને ખેડૂત પોતે મહેનત અને મોંઘા બિયારણ લાવી ખેતી કરતો હોય છે પરંતુ કેટલાક અંશે ખેતી કર્યા બાદ પાકમાં અમુક પ્રકારના રોગો લાગતા હોય છે જેના કારણે જોઈએ તેવું પાકમાં ઉત્પાદન મળતું નથી

મેઘરજ તાલુકામાં આશરે ખેડૂતના જણાવ્યા અનુસાર 100 વિધા જેટલા વિસ્તારમાં આજુ બાજુના ગામડાઓ તેમજ ભગવતી કંપા માં ચણા નું વાવેતર થયેલ છે પરંતુ ચણા ના પાકમાં અચાનક સૂકોરોં તેમજ ફૂગ નામનો ઉપદ્રવ વધતા ચણા નો તૈયાર થયેલ પાક સુકાવા લાગ્યો છે ત્યારે હાલ તો ખેડૂત પર મોટો ખતરો જોવા મળી રહ્યો છે અને પાકનું ઉત્પાદન ઓછું થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે મોંઘા બિયારણ તેમજ મજૂરી કરી ખેતી કરવા છતાં જોઈએ તેવું ઉત્પાદન મળતું નથી ત્યારે આવા સમયે પાછું પાકમાં રોગ ફાટી નિકરે છે ત્યારે અમારા ખેડૂતોની આશા પર પાણી ફરી વરે છે ત્યારે આ બાબતે સરકાર જાગે અને ખેડૂતો ના સામે જોવે તેવી ખેડૂતોની માંગ સેવાઈ રહી છે

[wptube id="1252022"]
Back to top button