બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન દિવ્યાંગોને મળતી સહાય બાબતે પ્રશ્નોત્તરી કરી

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા પ્રશ્નોત્તરીમાં દિવ્યાંગોના પ્રશ્નો અનુસંધાને બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ પ્રશ્નોત્તરી દરમિયાન પેટા પ્રશ્નોમાં દિવ્યાંગોને 0 થી 20 ના સ્કોર પ્રમાણે બીપીએલ કાર્ડ ધારકને જે લાભ આપવામાં આવે છે તો બીપીએલ કાર્ડ ધારકોની જગ્યાએ આવક મર્યાદા કરવા માંગો છો કે નહીં તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો અને બીજા પ્રશ્નમાં 80% દિવ્યાંગતા ધરાવતા ને લાભ આપવામાં આવે છે તેની જગ્યાએ 50% દિવ્યાંગતા ધરાવતા ને લાભ આપવા માંગો છો કે નહીં ત્રીજો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે ૮૦ ટકા દિવ્યાંગોને 1000 રૂપિયાની સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરીને 1500 થી 2000 કરવા માંગો છો કે નહીં તે પ્રશ્નના પ્રત્યુતરમાં માન્ય મંત્રીશ્રીએ તેમના તેમના સૂચનો ધ્યાન ઉપર રાખી ચોક્કસથી વિચારણા કરશે તેઓ જવાબ આપવામાં આવ્યો




