ARAVALLIMEGHRAJ

કરુણા અભિયાન અંતર્ગત મેઘરજ વન વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

કરુણા અભિયાન અંતર્ગત મેઘરજ વન વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કરુણા અભિયાન અંતર્ગત વનવિભાગ દ્વારા 10 થી 20 જાન્યુઆરી એ દર વર્ષે એ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ખાસ જુમ્બેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે મેઘરજ વન વિભાગ દ્વારા ખાસ કરીને લોકોમાં જાગૃતિ લાવવા નવા નવા કાર્યક્રમો યોજી જુમ્બેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે મેઘરજ સરકારી કોલેજ ખાતે ઉત્તરાયણ પૂર્વ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત મેઘરજ આર એફ ઓ જે કે ડામોર, રેન્જ સ્ટાફ,તેમજ વિસ્તરણ રેન્જ નો સ્ટાફ તથા કોલેજના પ્રોફેસર તેમજ વિધાર્થીઓ સાથે પ્રતિજ્ઞા કાર્યક્રમ તથા કરુણા અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુ ઘાયલ થયેલ પક્ષીઓ માટે પશુ ચિકિતસ્ક અધિકાર તથા તેમના સ્ટાફ સહકાર થી ઘાયલ પક્ષીઓ ને સારવાર માટે રેન્જ કચેરી મેઘરજ ના કમ્પાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે રેન્જ કચેરી મેઘરજ ખાતે ઘાયલ થયેલ પક્ષીઓ માટે 24 કલાક હેલ્પ લાઈન નંબર 02773 244272 તેમજ 8980673643 મોબાઈલ નંબર ચાલુ રાખી જાગૃતિ તેમજ જીવ દયા માટે ઉમદા કાર્ય કરવા નંબર જાહેર કરાયો

[wptube id="1252022"]
Back to top button