ARAVALLIMODASA

અરવલ્લી : આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં લાભાર્થીઓ ને વાડી યોજનાનો લાભ જ ના મળ્યો..?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં લાભાર્થીઓ ને વાડી યોજનાનો લાભ જ ના મળ્યો..?

સરકારે યોજનાઓ તો ઘણી બનાવી જેના થકી લાભાર્થીઓ ને લાભ મળી શકે પરંતુ કેટલીક એવી પણ યોજનાઓ છે જે આજે પણ અમલમાં આવ્યા પછી પણ લાભાર્થીઓ સુધી પોંહચતી નથી ત્યારે એ માત્ર લાભાર્થીઓ માટે મજાક સમાન બની રહે છે એવી એક યોજના છે જેને ચાર વર્ષ થવા આવ્યા છતાં યોજનાનો લાભ લાભાર્થીઓને મળ્યો નથી તેવા આક્ષેપો સાથે લેખિત રજુઆત પણ કરાઈ છે

વાત છે અરવલ્લી જિલ્લા જયાં સન 2020/21 ના વર્ષ એ શ્રી ગુરુદેવ ખાદી સેવા સંઘ ગાંધીનગર એજન્સી દ્વારા વાડી યોજના થકી લાભાર્થીઓ પાસે ફોર્મ ભરાવામાં આવ્યા હતા અને એ બાબતે આજે પણ વાડી યોજના થી અરવલ્લી જિલ્લામાં કેટલાય લાભાર્થીઓ લાભ થી વંચિત છે જે બાબતે લાભર્થીઓ એ પ્રાયોજના વહીવટદાર ની કચેરી શામળાજી ખાતે લેખિત અરજી કરતા જણાવ્યું હતું કે મેઘરજ તાલુકામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મેઘરજ મુકામે પી સી એન હાઈસ્કૂલ મેઘરજ ખાતે જે તે વિભાગના અધિકારીઓ,પદઅધિકારી તેમજ કલેકટર દ્વારા આંબાના છોડ આપી ફોટોગ્રાફી કરેલ અને એ દિવસે લાભાર્થીઓ ને વાડી માટે આંબા મળી જશે તેવું કહેવામાં આવેલ પરંતુ હજુ સુધી આ વાડી યોજના થકી ઘણા લાભાર્થીઓ ને લાભ મળેલ નથી ત્યારે આ એક ગંભીર બાબતે કહી શકાય કે કે જો લાભાર્થીઓ લાભ માટે હકદાર હોય અને લાભ ન મળે તો આ તંત્ર ની લાલિયાવાડી કહી શકાય

લાભાર્થી એ વાડી યોજના બાબતે જણાવ્યું હતું કે આ વાડી યોજનામાં લાભાર્થીઓ ને 100 જેટલા આંબા ના છોડ આપી જરૂરિયાત મુજબ જે તે સગવડ આપવાનું કામ યોજના થકી આપવામાં આવે છે પરંતુ વાડી યોજના ના લાભાર્થીઓ નો ચાર વર્ષ જેટલો સમય થયો છતાં હજુ લાભ મળ્યો નથી ઉપરાંત જણાવ્યું હતું કે આ વાડી યોજનામાં મસ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે ક્યાંક યોજના ના રૂપિયા પણ ચુ થઇ ગયા હોય એવું લાગી રહ્યું છે આ બાબતે લાભાર્થીઓ ના જણાવ્યા અનુસાર વાડીયોજના માં લાભાર્થીઓ કેમ વંચિત રહ્યા તેની તપાસ થાય તે જરૂરી છે

[wptube id="1252022"]
Back to top button