
જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને બાળ કલ્યાણ સમિતિની બેઠક મળી
*****
આણંદ, બુધવાર :: જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને બાળ કલ્યાણ સમિતિની બેઠક મળી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ CISS બાળકો માટેના જિલ્લાના ગાર્ડીયન ઓફિસરો સાથે ચર્ચા કરીને બાળકો અને તેમના પરિવારો વિશે માહિતી મેળવી હતી.
આ તકે કલેક્ટરશ્રીએ સી.એમ ડેશબોર્ડમાં આપવાની થતી માહિતી વિશે માહિતગાર કરીને ગાર્ડીયન ઓફિસરોને બાળકોના કુટુંબની રૂબરૂ મુલાકાત લઈ મળવાપાત્ર લાભો સમયસર મળી રહે તે જોવા સુચવ્યું હતું. કલેક્ટરશ્રીએ કોરોનાકાળમાં અનાથ થયેલા અને પી.એમ કેરમાં નોંધાયેલ બાળકો, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને બાળ કલ્યાણ સમિતિની ત્રિમાસિક કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પંચાલ, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી શિવાંગી શાહ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અર્ચના પ્રજાપતિ, મામલતદાર શ્રી પાર્થ ગૌસ્વામી, સમાજ સુરક્ષા અધિકારી શ્રી દેસાઈ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









