
નાનાકલોદરાની પટેલવાડીના કાર્યાલયનું દાતા પરિવાર દ્વારા ઉદઘાટન કરાયું.
તાહિર મેમણ : આણંદ – 19/06/2024- દાતા પરિવારે 5,11,111 રૂપિયાનું માતબર દાન આપ્યું.ખંભાત તાલુકાના નાના કલોદરા ગામે આવેલ તમામ ભૌતિક સુવિધા સજ્જ પટેલ વાડીમાં કાર્યાલયના નિર્માણ માટે નાનાકલોદરાના વતની સ્વર્ગસ્થ શ્રી સોમાભાઈ મગનભાઈ પટેલ પરિવાર તરફથી રૂપિયા પાંચ લાખ અગિયાર હજાર એકસો અગિયારનું માતબરદાન અપાયું હતું .આ દાન થકી પટેલ વાડીના કમિટી સભ્યો દ્વારા વાડી માટેના કાર્યાલયના નિર્માણનું કાર્ય સંપન્ન થયું હતું. જેનું ઉદ્ઘાટન લીલાબેન સોમાભાઈ મગનભાઈ પટેલ દ્વારા તેમના સુપુત્રો ભગાભાઈ તથા કાંતિભાઈની હાજરીમાં થયું હતું .ઓસ્ટ્રેલિયા રહેતા અન્ય સુપુત્ર શ્રી નવીનભાઈએ શુભેચ્છા પાઠવી હતી . વાડીના પ્રમુખ શ્રી બંસિભાઈ, ઉપપ્રમુખ શ્રી રીપીનભાઈ, મંત્રી શ્રી નવીનભાઈ તથા તમામ કમિટી સભ્યોએ દાતા પરિવારના તમામ સદસ્યોનું સન્માન કર્યું હતું. પ્રમુખશ્રી બંસીભાઈએ વાડીના વિકાસ માટે ખૂબ મોટો આર્થિક સહયોગ આપવા બદલ સર્વે દાતાશ્રીઓનો સમસ્ત પટેલ સમાજ નાનાકલોદરા વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.