AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અદાણી કોર્પોરેટ હાઉસે મહિલા સશક્તિકરણ માટે સમૃદ્ધ પ્લેટફોર્મ પુરું પાડ્યું

મકરસક્રાંતિ પૂર્વે કચ્છી કળાકૃતિઓના પ્રદર્શન સહ વેચાણ માટે પ્રોત્સાહન

અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ યોજાયો. 11 થી 13 જાન્યુઆરી સુધી ચાલેલા કાર્યક્રમમાં કચ્છની સ્વ-સહાય જૂથોની મહિલાઓએ હસ્તકળા સહિત વિવિધ હેન્ડીક્રાફ્ટસ અને કલાકૃતિઓનું પ્રદર્શન સહ વેચાણ કર્યું. મકરસંક્રાંતિ પૂર્વે  આયોજીત આ કાર્યક્રમમાં કંપનીના કર્મચારીઓએ પણ ખરીદી કરી તેમને પ્રોત્સાહન આપ્યું.

કચ્છમાં સ્વ-સહાય જૂથોની મહિલાઓને પ્લેટફોર્મ પૂરું પાડતા પ્રદર્શનમાં રંગબેરંગી હસ્તકળા અને કલાકૃતિઓની આબેહૂબ શ્રેણી જોવા મળી. પ્રદર્શનમાં મહિલાઓ અને ઘરસજાવટની તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ હતી. તહેવારોમાં ઘરને સજાવવા મિરર વર્ક-આધારિત પરંપરાગત વોલ હેંગિંગ્સ અદભૂત હતા. વળી ચમકદાર જ્વેલરી, સાડીઓ અને બાંધણીએ પણ ભારે આકર્ષણ જગાવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિ જી. અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન આર. અદાણીએ ઉદઘાટન પ્રસંગે ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ઉત્તરાયણના પતંગની જેમ મહિલાઓનો જુસ્સો પણ આસમાને જોવા મળ્યો હતો.

મુન્દ્રા સ્થિત તેજસ્વી સહેલી સ્વસહાય જુથના પ્રમુખ મેઘના આહિરે જણાવ્યુ હતું કે “2019માં જ્યારે અમારા માથે આફત આવી પડી ત્યારે અદાણી ફાઉન્ડેશન આશાનું કિરણ બની ગયું. અમારા જુસ્સાને આવકના સમૃદ્ધ સ્ત્રોતમાં ફેરવવા અદાણી ફાઉન્ડેશને ખૂબ મદદ કરી છે.”

અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવી જણાવે છે તે “કચ્છના મહિલા કારીગરોને અદાણી કોર્પોરેટ હાઉસ સુધી પહોંચવું એ તેમની મહેનત અને દ્રઢ નિશ્ચયનું પ્રતિક છે. તેમના હસ્તકળા ઉત્પાદનોએ અમારા ઉત્તરાયણની ઉજવણીને વધુ રંગીન અને સાર્થક બનાવી છે.”

સ્વ-સહાય જૂથ ઉમંગ સહેલીના પ્રમુખ સ્મિતા જણાવે છે કે, ઘરની નોકરાણી તરીકે કામ કરવાથી લઈને હવે એક ઉદ્યોગસાહસિક બનવા સુધીની સફરમાં અમે અનેક પડકારોનો સામનો કર્યો છે. અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને અદાણી ફાઉન્ડેશને હંમેશા અમારા જેવી મહિલા સાહસિકોને નવા કૌશલ્યો શીખીવા પ્રેરણા આપી છે”.

આ કાર્યક્રમમાં સહભાગી મહિલા ઉદ્યોગસાહસિકોએ ઉત્સાહ અને દ્રઢતાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી સપના સાકાર કર્યા છે.

[wptube id="1252022"]
Back to top button