DANG

ડાંગ: વઘઈ ખાતે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત ડાંગ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અને જિલ્લા રમત ગમત કચેરી આહવા સંચાલિત અનુસૂચિત જનજાતિના યુવક યુવતીઓ માટે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વઘઈ તાલુકા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર તા. 19 થી 22  જુલાઈ દરમિયાન ડાંગ જિલ્લા વધઈ તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સાકરપાતળ ખાતે યોજાઇ. આ પ્રસંગે તજજ્ઞ તરીકે શાળાના આચાર્ય ડો. ફાલ્ગુની પટેલ, શાળાના યોગ શિક્ષક મનીષકુમાર, આહવાના ગૌરવ કટારે અને નિવૃત્ત ગ્રંથપાલ ડી. બી. મોરેએ યોગ શિક્ષક તરીકે સેવા આપી હતી. અને જિલ્લા રમત ગમત કચેરીના યુવા પ્રાંત વિકાસ અધિકારી રાહુલ તડવીના ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં વઘઈ તાલુકાના 45 ભાઈઓ બહેનોએ યોગાસન શિબિરમાં ભાગ લીધો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button